(જી.એન.એસ) તા.૧૦
સુરત,
વરાછામાં રહેતી અને નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા ઇન્ટન ડોકટરે બુધવારે રાતે અભ્યાસના લીધે ટેન્શનમાં આવીને ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ મુળ અમરેલીમાં ધામેલગામની વતની અને હાલમાં વરાછા રોડ પર હીરાબાગ ખાતે રામેશ્વર સોસાયટીમાં રહેતી ૨૪ વર્ષીય જાનવી મહેશભાઇ વધાસીયા નવી સિવિલમાં ઇન્ટન ડોકટર તરીકે ફરજ બજાવતી હતી. જોકે બુધવારે રાતે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે કહ્યુ કે, જાનવીએ છેલ્લા કેટલાક સમયથી અભ્યાસના લીધે માનસિક તાણ અનુભવતી હોવાથી સારવાર કરતા હતા અને દવા ચાલતી હતી. આવા સંજોગોમાં તેણે આ પગલુ ભર્યુ હોવાની શકયતા છે. તેનો એક ભાઇ અને એક બહેન ડોકટર છે. તેના પિતા કાપડના ધંધા સાથે સંકળાયેલા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.