Home ગુજરાત ઉત્તર ગુજરાત દાંતીવાડામાં વિવાદાસ્પદ ડોક્ટર બિજોલ ભેદરૂને ફરજમુક્ત કરાયાં

દાંતીવાડામાં વિવાદાસ્પદ ડોક્ટર બિજોલ ભેદરૂને ફરજમુક્ત કરાયાં

5
0

(જી.એન.એસ) તા.૧૦

બનાસકાંઠા,

34 વર્ષની ફરજ દરમિયાન ડૉ. ભેદરૂ હંમેશા વિવાદમાં રહ્યા હતા બનાસકાંઠા ના દાંતીવાડા તાલુકા આરોગ્ય અધિકારી ડો. બિજોલ ભેદરૂને ફરજીયાત નિવૃત કરી દેવામાં આવ્યા છે. 34 વર્ષથી ફરજ દરમિયાન હંમેશા વિવાદમાં રહેતા ડોક્ટરની અગાઉ પણ પોલીસે ધરપકડ કરી હતી. બનાસકાંઠા જીલ્લામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ મામલે ડોક્ટર બિજોલ ભેદરૂનું નામ સામેલ હોવાનું જોવા મળ્યું છે. અહેવાલ મુજબ ખોટા સર્ટિફિકેટ બનાવવા, સરકારી ઓફિસમાં વીડિયો બનાવવા, બોગસ ડોક્ટરો ઝડપાવા જેવા ગેરકામોમાં તેમની સીધી કે આડકતરી સંડોવણી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આરોગ્ય અધિકારીને ફરજીયાત નિવૃત કરી દેવાયા છે. 34 વર્ષની ફરજ દરમિયાન ડૉ. ભેદરૂ હંમેશા વિવાદમાં રહ્યા હતા. 10 વર્ષ પહેલાં યુવતીની ઉંમરનું ખોટું સર્ટિફિકેટ આપ્યું હતુંખોટા સર્ટિફિકેટ મામલે પોલીસે ડૉ. બિજોલ ભેદરૂની ધરપકડ કરી હતી. 5 વર્ષ અગાઉ પાલનપુરની સરકારી ઓફિસમાં ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેરમાં રે ગીત પર ટીકટોક વીડિયો બનાવ્યો હતો. તારો નંબર દેતી જા, મારો નંબર લેતી જા ગીત પર યુવતી સાથે ડ્યુએટ કર્યું હતુ. ત્યારબાદ દાંતીવાડાના ભિલાચલ ગામની પ્રસૂતાના મોત મામલે પણ વિવાદમાં આવ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતાનું મોત થયા બાદ કોઈ કાર્યવાહી નહોતી કરી. એટલું જ નહીં, દાંતીવાડામાં બોગસ ડોકટરો ઝડપાયા બાદ પણ ડોક્ટર ભેદરૂ વિવાદમાં આવ્યા હતા. જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચના આપવામાં આવી હતી. અગાઉ પણ ડૉ. ભેદરૂ સામે ખાતાકીય તપાસ થઇ હતી. ઓપરેશન ગંગાજળ અંતર્ગત ડૉ. બિજોલ ભેદરુંને ઘરભેગા કરવામાં આવ્યા છેભેદરૂને ફરજિયાત નિવૃત કરાતા અન્ય બેદરકાર ડૉક્ટરોમાં ફફડાટ ફેલાયો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field