(જી.એન.એસ) તા.૯
હિંમતનગર,
હિંમતનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે, અમદાવાદ બાદ હિંમતનગરના પ્રાંતિજમાંથી એક બાળકને HMPV પોઝિટિવ આવ્યો છે. ગુજરાતમાં HMPV વાયરસનો પ્રકોપ વધતો જાય છે. હિંમતનગરમાં 8 વર્ષના બાળકમાં આ વાયરસના કેસની શક્યતા સામે આવી છે. હવે અમદાવાદ બાદ પ્રાંતિજમાં પણ આ વાયરસના નવો કેસ સામે આવ્યો છે. પ્રાંતિજ તાલુકાના ગામનું 8 વર્ષનું બાળક હાલમાં હિંમતનગરની ખાનગી હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ છે. બાળકને હાલ અમદાવાદ ખસેડાયો છે. હિંમતનગર તાલુકાના પ્રાંતિજમાં HMPV વાયરસની શંકાએ એક 8 વર્ષના બાળકને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બાળકમાં આ રોગના લક્ષણો જોવા મળતા સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. બાળકના સેમ્પલ ગાંધીનગર લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે. સાબરકાંઠા જિલ્લામાં HMPV વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાતા જિલ્લા આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. વિભાગ દ્વારા આ વાયરસના ફેલાવાને રોકવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ વાયરસ સામાન્ય શરદી અને ફલૂ જેવા જ લક્ષણો ઉત્પન્ન કરે છે. નાના બાળકો અને વૃદ્ધો આ વાયરસથી વધુ પ્રભાવિત થાય છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.