Home ગુજરાત કચ્છ ભરૂચના અંકલેશ્વરમાં ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો, કારમાં સવાર...

ભરૂચના અંકલેશ્વરમાં ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો, કારમાં સવાર 7માંથી 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા

7
0

(જી.એન.એસ) તા.૮

ભરૂચ,

ભરૂચના અંકલેશ્વરમાંથી અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં નેશનલ હાઈવે નંબર 48 પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જ્યાં પૂરપાટ ઝડપે આવતી કાર ટ્રકની પાછળ ધડાકાભેર અથડાતાં જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 7માંથી 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જેના કારણે વાતાવરણ ગમગીન બની ગયું હતું. ગમખ્વાર ઘટના અંકલેશ્વરના બાકરોલ પાસે બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે કારમાં સવાર અન્ય 4 લોકોની હાલત પણ ગંભીર છે. જેમને એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ મામલે પોલીસે જણાવ્યું કે કારની ટક્કર એટલી જોરદાર હતી કે કારના બમ્પર ઉડી ગયા. ઇજાગ્રસ્તોને બહાર કાઢવા માટે ક્રેન બોલાવવી પડી હતી. અકસ્માત બાદ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ આ કારમાં પરિવારના સભ્યો મુંબઈ તરફ જઈ રહ્યા હતા. અર્ટિગા કારની હાલત એવી હતી કે કોઈને ખાતરી નહોતી કે કોઈ બચી શકશે. મુંબઈના પાલઘરનો એક પરિવાર 6 જાન્યુઆરીએ અજમેર ગયો હતો. ત્યાંથી પરિવાર કારમાં બેસી મુંબઈ જવા રવાના થયો હતો. દરમિયાન વહેલી સવારે 3 વાગ્યાના અરસામાં અંકલેશ્વર હાઇવે પર સુરત જતા ટ્રેક પર બાકરોલ બ્રિજ પાસે પાછળથી આવી રહેલા એક વાહને કારને ટક્કર મારતા આગળ જતી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 32 વર્ષીય તાહિર શેખ, 23 વર્ષીય આર્યન ચોગલે અને 25 વર્ષીય મુદ્દાસરણ જાટનું ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં મુસાફરી કરી રહેલા અન્ય ચાર લોકોને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં પાનોલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, અકસ્માતમાં કાર પલટી ગઈ હતી, જેના કારણે ઈજાગ્રસ્તોને ક્રેનની મદદથી બહાર કાઢીને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર જામ થઈ ગયો હતો. પોલીસે ટ્રાફિકને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો અને વાહનવ્યવહાર રાબેતા મુજબ ચાલુ થવા દીધો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field