(જી.એન.એસ) તા.૮
સુરત,
જાણકારી મુજબ સુરતના અડાજણથી હજીરા જતી બસની સામે મહિલા રોંગ સાઇડમાં આવતા ડ્રાઈવરે બ્રેક મારી હતી. સુરતમાં એસ.ટી. બસના ડ્રાઈવરને મહિલા સાથે વાહન ચલાવવાની બાબતે બબાલ થતાં મહિલાએ જાહેરમાં તમાચો માર્યો હતો. સુરતના અડાજણથી હજીરા સ્થિત મોરા જતી એસ.ટી. બસમાં ઘટના બની હતી. સુરતમાં અજબ ઘટના બનવા પામી છે. બસ ડ્રાઈવરને મહિલાએ તમાચો માર્યો હતો. જાણકારી મુજબ સુરતના અડાજણથી હજીરા જતી બસની સામે મહિલા રોંગ સાઇડમાં આવતા ડ્રાઈવરે બ્રેક મારી હતી. બાદમાં STના ડ્રાઈવરે બ્રિજ ચડતા મહિલાને ટકોર કરી હતી. મહિલાને જણાવ્યું હતું કે તમે ખોટી દિશામાં આવી રહ્યા છો. તો આ સાંભળીને મહિલાએ જાહેરમાં ST ચાલકને તમાચા માર્યા હતા. ડ્રાઈવરે ST નિગમ યુનિયનને જાણ કરી હતી. સમગ્ર મામલો અડાજણ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.