(જી.એન.એસ) તા.૭
રાજકોટ,
ટીઆરપી ગેમઝોન મામલે અપ્રમાણસર મિલકતના ગુનામાં ઈડી ઊંડી તપાસ કરશે રાજકોટ અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયા સામે કાર્યવાહી હવે ઈડી કરશે. તપાસ માટે ટીમ રાજકોટ પહોંચી કોર્ટમાં અરજી કરી છે. મંજૂરી મળતાં સાગઠિયાની પૂછપરછ શરૂ થશે. રાજકોટ અગ્નિકાંડમાં 30 જેટલા નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો હતો. રાજકોટ મહાનગર પાલિકાના સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠીયા સામે ગેરરીતિના પાના ઉકેલાતા ગયા તેમ તેમ તપાસ વધુ તેજ થઈ છે. કેન્દ્રીય તપાસ એજન્સી ED રાજકોટ પહોંચી છે. તપાસ માટે કોર્ટમાં અરજી કરી છે. મંજૂરી બાદ ઈડી મહાનગરપાલિકાની કચેરી, ઘર, પેટ્રોલ પંપ જેવા ઠેકાણાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરે તેવી સંભાવના છે. ટીઆરપી ગેમઝોન મામલે અપ્રમાણસર મિલકતના ગુનામાં ઈડી ઊંડી તપાસ કરશે. સાગઠિયા સામે તપાસમાં મોટા માથાઓના નામો ખુલાસા થશે તેમ જણાઈ રહ્યું છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા અને ડેપ્યુટી એન્જિનિયર મુકેશ મકવાણા સામે સરકારે કાર્યવાહી કરી છે. મનસુખ સાગઠિયા અને મુકેશ મકવાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગૌતમ જોશી અને રોહિત વિગોરાને પણ સરકારના અગાઉના આદેશના પગલે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સાગઠિયાની ઓફિસને સીલ મારી દેવામાં આવ્યું છે. તેણે ઓફિસનો બાકી વેરો પણ ભર્યો ન હતો. ઉલ્લેખનીય છે કે મનસુખ સાગઠિયાની સામે તપાસ શરૂ કરવામાં આવતા 75 હજારના પગારદાર પાસે આઠ કરોડનો બંગલો મળી આવ્યો હતો. આ ઉપરાંત તેની પાસે કરોડોની સંપત્તિ હોવાનો પણ પર્દાફાશ થયો છે. તેની મોડેસ ઓપરેન્ડી પણ બહાર આવી છે. તે પોતાના સગાસબંધી અને ભાઈઓના નામે મિલકત ખરીદી કરતો અને પાવરનામું પોતાના નામે કરાવી લેતો હતો. મનસુખ સાગઠીયાને પોતાના ભાઈઓ પર પણ ભરોસો નહોતો. રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા તાજેતરમાં જ સાગઠિયાને હટાવી દેવાયા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.