Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે રિક્ષામાં બેસાડીને પેસેન્જરોના દાગીના ચોરી લેતી ટોળકીને ઝડપી

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે રિક્ષામાં બેસાડીને પેસેન્જરોના દાગીના ચોરી લેતી ટોળકીને ઝડપી

9
0

(જી.એન.એસ) તા.૭

અમદાવાદ,

આ ટોળકી વૃદ્ધ મહિલા અને અશક્ત લોકોને રિક્ષામાં બેસાડી તેમના સોનાના દાગીના કાપી ચોરી કરતી હતી વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડી સોનાના દાગીના ચોરી કરતી ટોળકી ઝડપાઈ છે. ક્રાઈમ બ્રાન્ચે મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી 9 ગુનાનો ભેદ ઉકેલ્યો છે. કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. મહત્વનું છે કે છેલ્લા 2 મહિનામાં જ નવ જેટલા ગુનાને અંજામ આપી ટોળકીએ અમદાવાદ છોડી દીધું હતું. પરંતુ વધુ ગુનાને અંજામ આપવા આવતા ટોળકી ઝડપાઈ છે.આ ટોળકી વૃદ્ધ મહિલા અને અશક્ત લોકોને રિક્ષામાં બેસાડી તેમના સોનાના દાગીના કાપી ચોરી કરતી હતી. ક્રાઈમ બ્રાન્ચે રીક્ષા માલિક સલમાન ખાન પઠાણ તથા તેના બે સહ આરોપી વિક્રમ દંતાણી અને આશા ઉર્ફે જાનુ દેવીપુજકની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 8 લાખથી વધુની કિંમતની સોનાની બંગડીઓ તથા દાગીના સાથે કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને ચોરીના 9 ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આરોપીઓ છેલ્લા બે મહિનામાં વહેલી સવારે અમદાવાદ આવી 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ લોકોને રિક્ષામાં બેસાડતા અને વિક્રમ તથા આશા મુસાફરના સ્વાંગમાં રિક્ષામાં બેસી કટર વડે દાગીના કાપી ચોરી કરતા હતા. ત્રણેય આરોપીઓની ધરપકડ કરી પુછપરછ કરતાં હકીકત સામે આવી કે આરોપીઓ મહેમદાબાદથી રીક્ષા લઈ અમદાવાદ આવતા અને અમદાવાદમાં પ્રવેશતા પહેલા રીક્ષાની નંબર પ્લેટ કાઢી ગુનાને અંજામ આપતા હતા. આરોપીઓએ છેલ્લા બે મહિનામાં નવ ગુના અમદાવાદ શહેરના રાણીપ, વાસણા, વાડજ, નારણપુરા, ઘાટલોડીયા, વેજલપુર અને મણીનગર વિસ્તારમાં આચર્યા હતા. જોકે આરોપીઓ વધુ એક ગુનાને અંજામ આપવા અમદાવાદ શહેરની હદમાં આવતા પોલીસે તેમને ઝડપી લીધા છે. આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ જોતા તમામ આરોપીઓ આ જ પ્રકારના ગુનામાં અગાઉ ઝડપાયેલા છે. છૂટક મજૂરી કરતા આરોપીઓને ઝડપથી વધુ રૂપિયા મળતા હોવાથી જેલમાંથી છૂટી ફરી એ જ ચોરીના રવાડે ચડ્યા હતા. રિક્ષામાં બેસાડી દાગીના ચોરી કરતી આ ટોળકીના તમામ આરોપીઓની એક ખાસ આવડત હતી. જેમાં સલમાન ઓછી અવરજવર વાળા રસ્તા પસંદ કરતો અને ત્યાં રીક્ષા ચલાવતો હતો. આશા દેવીપુજક કટર વડે દાગીના કાપી છુપાવી દેતી હતી તો વિક્રમ દંતાણી ભોગ બનનારને વાતોમાં રાખી તેનું ધ્યાન ભટકાવતો અને ચોરીને અંજામ આપી ગણતરીને મિનિટોમાં જ અમદાવાદ છોડી મહેમદાબાદ ભાગી જતા હોવાનું સામે આવ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field