Home ગુજરાત ઉત્તર ગુજરાત વલસાડ જિલ્લામાં 7થી વધુ ચોરીઓના ભેદ ઉકેલાયા, ગેંગના સાગરીતો પકડાયા

વલસાડ જિલ્લામાં 7થી વધુ ચોરીઓના ભેદ ઉકેલાયા, ગેંગના સાગરીતો પકડાયા

8
0

(જી.એન.એસ) તા.૬

વલસાડ,

વલસાડ જિલ્લામાં પોલીસને દોડતી કરનાર 7 થી વધુ ચોરીઓ કરનાર ગેંગના સાગરિતોની પોલીસે ધરપકડ કરી. વલસાડ વાપી અને આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી એક ચોર ગેંગ એ આતંક મચાવ્યો હતો. વાપીમાં જૈન દેરાસર સહિત અનેક જગ્યાએ ચોરી આચરી જિલ્લા ભરની પોલીસને દોડતી કરનાર ચોર ટોળકી આખરે પોલીસના પાંજરે પુરાઈ છે. જૈન દેરાસરમાં ચોરી થયાના ગણતરીના દિવસોમાં જ વલસાડ જિલ્લા પોલીસે સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત 26 લાખ 26 હજારથી વધુના મુદ્દામાલ સાથે ચોર ગેંગના 3 આરોપીઓને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધા છે. આ ગેંગે જૈન દેરાસર સહિત અનેક મંદિરો, મકાન અને બંગલાઓને શિકાર બનાવી વલસાડ જિલ્લામાં પોલીસને દોડતી કરી દીધી હતી. 2024ના ડિસેમ્બરના અંતે વાપીના રંગઅવધૂત સોસાયટીના નજીકના જૈન સંઘના ઉપાશ્રયમાં થયેલી ચોરીએ સમગ્ર જિલ્લામાં ખળભળ મચાવી દીધો હતો. ચોરોએ 30 તોલા સોનાના દાગીના, 1.35 લાખ રૂપિયાની ચાંદી અને 2.5 લાખ રૂપિયાની રોકડ રકમ સાથે ગુરુપૂજનની દાનપેટી પણ ચોરી લીધી હતી. વલસાડ જિલ્લા પોલીસને આ ચોરીના ભેદ ઉકેલવામાં સફળતા મળી, અને માત્ર કેટલાંક દિવસોમાં ત્રણ આરોપીઓ – રાહુલ શિરસાટ, અજય ઉર્ફે બાંડિયા અને શિવા વાસોનીયા – પકડાયા. આ ગેંગના સાગરીતો પાસેથી કુલ 26.26 લાખ રૂપિયાની મુદ્દામાલ મળી આવ્યો. આ ચોર ગેંગના વિરુદ્ધ અગાઉ સુરતમાં પણ ઘણા ગુનાઓ નોંધાયા હતા, અને હવે વલસાડ જિલ્લા પોલીસની તપાસમાં આ ગેંગની અનેક અન્ય ચોરીઓનો ભેદ ઉકેલાય છે. આ રીતે પોલીસની મહેનત અને ઝડપી તપાસના કારણે વલસાડ જિલ્લામાં ચાલી રહેલા ચોરીના માળખાને પકડવામાં સફળતા મળી છે, અને હજુ અન્ય ચોરીઓના ભેદ ઉકેલવાની શક્યતા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field