(જી.એન.એસ) તા.૬
અમદાવાદ,
બે યુવક અને યુવતી સહિત ચાર જણાએ ગળાફાંસો ખાઈ લઈને આત્મહત્યા કરી લીધી અમદાવાદમાં દિવસે-દિવસે આપઘાતના બનાવોનું પ્રમાણ વધી ગયું છે. જેમાં યુવકોનું પ્રમાણ વધુ હોવાનું સામે આવ્યું છે. જેમાં 3 ડિસેમ્બરના રોજ એક જ દિવસમાં અલગ અલગ વિસ્તારમાં સગીર સહિત ચાર જણાએ આત્મહત્યા કરી લીધી હતી. પ્રથમ બનાવની વિગત મુજબ વાસમામાં અર્બન હેલ્થ સેન્ટર પાસે પ્રવિણનગર ગણેશ શેરી ખાતે રહેતા દિનેશભાઈ શિકારીના સગીર વયના પુત્રએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જોકે આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. આ અંગે વાસણા પોલીસ વધુ તપાસ કરી રહી છે. અન્ય બનાવમાં સરખેજમાં આઝાદનગર ન્યુ ફતેવાડી ધોળકા રોડ પર આવેલા શક્તિનગરમાં રહેતા ભૂમિબેન પંકજભાઈએએ પોતાના ઘરમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં પણ આપઘાતનું કામ તાત્કાલિક જાણી શકાયું ન હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ અંગે સરખેજ પોલીસ વધુ તપાસ કરી રહી છે. તે સિવાય વસ્ત્રાલમાં રતનપુરા કાંસકીયા વાસમાં રહેતા ગોપાલ કનુભાઈ કાંસકીયાએ અગમ્ય કારણસર પોતાના ઘર નજીક આઈસર ગાડીના પાછળના ભાગે દોરડુ બાંધીને ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. આ અંગે રામોલ પોલીસ વધુ તપાસ કરી રહી છે. જ્યારે રામોલ રોડ પર આવેલી સિંહેશ્વરી સોસાયટીમાં રહેતા કેતનકુમાર મનહરલાલ ચૌહાણએ કોઈ અગમ્ય કારણસર પોતાના ઘરમાં છતના હુકમાં ચાદર ભરાવીને ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે રામોલ પોલીસ વધુ તપાસ કરી રહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.