Home ગુજરાત થર્ટી ફર્સ્ટ ઉજવી કારમાં જતાં યુગલનું પોલીસની ઓળખ આપી અપહરણ કરી, યુવતિની...

થર્ટી ફર્સ્ટ ઉજવી કારમાં જતાં યુગલનું પોલીસની ઓળખ આપી અપહરણ કરી, યુવતિની છેડતી કરાયાની ચોંકાવનારી ઘટના સામે આવી

12
0

(જી.એન.એસ) તા.૨

રાજકોટ,

રાજકોટની શાંત અને સલામત તરીકેની છાપ સામે પ્રશ્નો ઉઠાવી લાંછન લગાડતી ઘટના ગઈકાલે થર્ટી ફર્સ્ટની રાત્રે બની હતી. જેમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી કારમાં ઘરે જઈ રહેલા યુગલને આંતરી  પોલીસ તરીકેની ઓળખ આપી, અપહરણ કરી, ડરાવી-ધમકાવી, લૂંટ કરી, ખંડણી માગી, યુવતિની છેડતી કરાયાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. જેની ગંભીરતા ધ્યાને લઈ ગાંધીગ્રામ-ર પોલીસે તપાસ બાદ શકમંદોને સકંજામાં લીધા છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે એક યુવક ગઈકાલે રાત્રે તેની મહિલા મિત્ર સાથે અવધ રોડ પરની હોટલમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીના ભાગરૂપે જમવા ગયો હતો. આ યુગલ રાત્રે હોટલમાંથી જમીને પોતાની કારમાં ઘર તરફ જઈ રહ્યું હતું ત્યારે હોટલેથી જ કારમાં પીછો કરીને આવેલા ચારેક શખ્સોએ આંતરી લીધા હતા.  આ શખ્સોએ પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી યુગલને ડરાવી-ધમકાવ્યું હતું. સાથો-સાથ તેમનું અપહરણ પણ કરી લીધું હતું. એટલું જ નહીં યુવક પાસેથી રૂા.૧૭૦૦  લુંટી લીધા હતા. આટલેથી નહીં અટકતાં યુવકના પરિવારને કોલ કરી ફરીથી પોલીસ તરીકેની ઓળખ આપી ખંડણીની પણ માંગણી કરી હતી. યુવક સાથે રહેલી તેની મહિલા મિત્રનો હાથ પકડી તેની છેડતી પણ કરી હતી.   આ ચોંકાવનારી ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ-ર પોલીસ હરકતમાં આવી હતી અને તપાસના અંતે આ ઘટનામાં સંડોવાયેલા શકમંદોને ઓળખી કાઢી સકંજામાં લીધા હતા. મોડી રાત્રે પોલીસે આ અંગે અપહરણ, છેડતી, મારકૂટ, ગેરકાયદે અટકાયત, લુંટ, ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.  ઘટના ખુબ જ ગંભીર હોવાથી ઝોન-ર ના ડીસીપી જગદિશ બાંગરવા પણ ગાંધીગ્રામ-ર પોલીસ મથકે દોડી ગયા હતા. તે સાથે જ તેમના અને એસીપીના માર્ગદર્શન હેઠળ ગાંધીગ્રામ-ર પોલીસે ફરિયાદ નોંધવાની અને શકમંદો વિરૂધ્ધની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.  ડીસીપીએ જણાવ્યું કે આરોપીઓએ કેટલી રકમની ખંડણી માંગી તે વિશે હજુ સુધી કોઈ ચોકકસ માહિતી મળી નથી. આરોપીઓનો હેતુ પૈસા પડાવવાનો જ હતો. આરોપીઓએ યુવાનને પોલીસ તરીકેની ઓળખ આપી તેનો મોબાઈલ ફોન પણ ચેક કર્યો હતો. એટલું જ નહીં યુવક અને તેની મહિલા મિત્રનું અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઈ જઈ ડરાવ્યા અને ધમકાવ્યા હતા. સાથો-સાથ યુવકને મારપીટ પણ કરી હતી.  ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે થર્ટી ફર્સ્ટને અનુલક્ષીને શહેરભરમાં જડબેસલાખ પોલીસ બંદોબસ્ત હતો આમ છતાં આ ઘટના બની હતી. જેને કારણે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field