(જી.એન.એસ) તા.૩૧
આણંદ,
આણંદ પાસેના ગામડી ગામના વૃદ્ધને તેમના પુત્રને લંડનના સ્ટુડન્ટ વિઝા અપાવવાની લાલચ આપી નરસંડાના શખ્સે રૂપિયા ૫.૫૧ લાખ ઉપરાંતની રકમનો ચૂનો ચોપડયો હોવા અંગે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ પાસેના ગામડી ગામે રહેતા અને ગેરેજ નું કામ કરતા યાસીનભાઈ આદમ ભાઈ વ્હોરા ના પુત્રવધૂ વર્ક પરમીટ વિઝા ઉપર લંડન ગયા હોય તેઓએ પુત્ર મહંમદ ઝકરીયા ને લંડન મોકલવા માટે વર્ષ ૨૦૨૨માં નરસંડા ખાતે રહેતા રોનકભાઈ હિમાંશુભાઈ પટેલ નો સંપર્ક કર્યો હતો અને કામ સોંપ્યું હતું લંડનના સ્ટુડન્ટ વિઝા અપાવવા પેટે ટુકડે ટુકડે થઈ કુલ રૂપિયા ૧૪ લાખ ચૂકવ્યા હતા રોનકભાઈએ બીઆરપી લેટર તેમજ લંડનની યુનિવસટીના ઓફર લેટરો આપી તેઓને અમદાવાદ ખાતે આવેલી યુકેની એમ્બેસીમાં લઈ ગયો હતો જ્યાં પાસપોર્ટ તથા અન્ય દસ્તાવેજો આપ્યા હતા ત્યારબાદ ટૂંક સમયમાં સ્ટુડન્ટ વિઝા આવી જશે તેમ જણાવ્યું હતું જો કે ત્યારબાદ ઘણો સમય વીતી જવા છતાં પણ વિઝા આવ્યા ન હતા અને ચારેક માસ બાદ ફક્ત પાસપોર્ટ પરત આવ્યો હતો અને વિઝા મળ્યા નહોતા જેથી યાસીનભાઈએ ડિપેન્ડન્ટ વિઝા માટે અન્ય એજન્ટને કામ સોંપ્યું હતું અને બાદમાં તપાસ કરતા બીઆરપી લેટર તથા યુનિ.ના ઓફર લેટરો બોગસ હોવાનું ખુલતા પાસપોર્ટ ઉપર યુકેના વિઝા ઉપર પ્રતિબંધનો સિક્કો વાગી ગયો હતો. જેથી આ અંગે કેસ કરતાં રોનક ભાઈએ ટુકડે ટુકડે કરીને રૂપિયા ૮,૪૮,૯૦૦ પરત આપ્યા હતા પરંતુ બાકીના રૂપિયા ૫.૫૧ લાખ પરત ન આપતા આખરે યાસીનભાઈ વોરાએ આણંદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.