(જી.એન.એસ) તા.૩૦
અમરેલી,
પોલીસ વડા સંજય ખરાતને રૂબરૂ મળીને રજૂઆતો કરતા પોલીસે તપાસ હાથ ધરી છે અમરેલી જિલ્લામાં એક વિશ્ફોટક નનામા પત્રથી ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસબાના મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરીયાને બદનામ કરવા રાજકીય કાવતરૂ સામે આવ્યું છે. જેને પગલે ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. રત્નાકરને સંબોધીને લખાયેલા આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા 22 વર્ષથી અમરેલી તાલુકાના 71 જેટલા ગામમાં દારૂ મળે છે. લોકોમાં ચર્ચા છે કે પોલીસ કૌશિકભાઈને દર મહિને ચાલીસ લાખનો હપ્તો આપે છે સાથે સાથે રેતીમાં પણ એવું જ છે. અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાનું લેટરપેડ ડુપ્લીકેટ બનાવી બનાવટી સહી કરી વાયરલ કરાયું હોવાનું જણાવાયું છે. તાલુકા પંચાયત પ્રમુખે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતને રૂબરૂ મળીને રજૂઆતો કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાનું કહેવું છે કે આજે સવારે તેમના વોટ્સએપ પર લેટર આવ્યો હતો. જેમાં લેટરપેડ અને સહી ડુપ્લિકેટ બનાવી ધારાસભ્ય કૌશિકભાઈના વિરૂધ્ધમાં ઘણુ બધુ લખ્યું છે.કૌશિકભાઈ અને ભાજપને બદનામ કરવા માટેનું કાવતરૂ ઘડીને વાયરલ કરાયું છે. જિલ્લા પોલીસ વડાએ મને હિંમત આપીને ટુંક સમયમાં આરોપીને પકડીને જાહેર કરીશું કહ્યું હતું. દરમિયાન અમરેલીમાં નાયબ દંડક કૌશિક વેકરીયાને બદનામ કરવાના મામલામાં સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. જાણીતા વ્યક્તિઓ ,ામે કિશોર કાનપરિયા દ્વારા ગુનો નોંધાવવામાં આવ્યો છે. જેને પગલે અમરેલી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. તે સિવાય લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા કેટલાક આરોપીઓને ઉઠાવવામાં આવ્યા છે. જેમાં ભાજપના પૂર્વ હોદ્દેદારો સહિત ત્રણ આરોપીની પુછપરછ કરવામાં આવી રહી છે. બનાવટી પત્ર ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરને સંબોધીને સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. જેમાં લખ્યું છે કે હું હાલ અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ છું. અમરેલી તાલુકા પંચાયતનો વહીવચ વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા કરી રહ્યા છે. પહેલાઅમરેલી તાલુકના અમુક ગામામો જ દારૂ મળતો હતો. છેલ્લા બે વર્ષતી અમરેલી તાકાના 71 ગામમાં દારૂ મળે છે. એકપણ ગામ બાકી નથી. ભાજપના કાર્યકર્તાને બદલે કોંગ્રેસના કાર્યકર્તાને વધુ મહત્વ આપે છે. આ પ્રકારના અનેક ગંભીર આક્ષેપો કૌશિક વેકરીયા પર લગાવાયા છે. અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના ધ્યાને આ લેટર પેડ અને રજૂઆતો આવતા હાલ સાયબર ક્રાઈમ સહિત પોલીસના અધિકારીઓ અલગ અલગ એધિકારીઓ ટચેક્નિકલ સોર્સ મારફતે ખાનગી રાહે કાવતરૂ રચનાર આરોપી સુધી પહોંચવા તપાસ શરૂ કરાઈ છે. કિશોર કાનપરિયાએ સીઆર પાટીલને પત્ર લખીને જણાવ્યું છે કે હાલમાંચાલી રહેલા ભારતીય જનતા પાર્ટીના સંગઠ્ઠન પર્વના અનુસંધાને પ્રદેશ દ્વારા નિમણૂક થયેલી સંગઠ્ઠન ચૂંટમી અધિકારી સમક્ષ સ્થાનિક મંડળપ્રમુખની નિમણૂકમાં વિક્ષેપ ઉભો કરવા અનેક પ્રયાસો થઈ રહ્યા છે. જેમાં કાર્યકર્તાઓનિં મોરલ તોડવા તેમજ પક્ષ પર દબાણ ઉભુ કરવા કોઈ હિતશત્રુ દ્વારા પાર્ટીના હજારો કાર્યકર્તાઓઓનો સતત રણકતો રણકાર અને તેમના હૈયાનો ધબકાર એવા લોકપ્રિય ધારાસભ્ય કૌશિક વેકરિયા તથા ભાજપને બદનામ કરવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું છે. જેની સઘળી તપાસ કરી જવાબદારોને કડક સજા થાય તે માટે અંગત દ્યાન આપવા આપને લાગણીસભર વિનંતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.