Home ગુજરાત કચ્છ સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશનમાં કરોડોના કૌભાંડનો આક્ષેપ, અંદાજે ૬૦૦ કરોડથી વધુના કૌભાંડ આચર્યું...

સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશનમાં કરોડોના કૌભાંડનો આક્ષેપ, અંદાજે ૬૦૦ કરોડથી વધુના કૌભાંડ આચર્યું હોવાનો આરોપ, પ્લોટ પોતાના નામે કર્યા અને બારોબાર વેચી માર્યા

6
0

(જી.એન.એસ) તા.૩૦

કચ્છ,

SRCના એક ડાયરેક્ટર નિલેશ પંડ્યાએ આક્ષેપ કર્યો કે, બોર્ડના અન્ય ડાયરેક્ટરોએ 2014માં એક ઠરાવ પાસ કરીને કરોડોના પ્લોટ પોતાના નામે કર્યા અને બારોબાર વેચી માર્યા હતા. કચ્છ સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન માં કરોડો રૂપિયાના કૌભાંડનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. SRCના જ એક ડાયરેક્ટર નિલેશ પંડ્યાએ આક્ષેપ કર્યો છે કે, બોર્ડના અન્ય ડાયરેક્ટરોએ 2014માં એક ઠરાવ પાસ કરીને કરોડોના પ્લોટ પોતાના નામે કરી લીધા હતા અને બારોબાર વેચી માર્યા હતા. આ સાથે, ટેન્ડર પ્રક્રિયામાં પણ ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ છે. SRCના બોર્ડના ડાયરેક્ટરોએ કંપની એક્ટ પ્રમાણે કોઈ આર્થિક લાભ ન મેળવી શકે તેવા નિયમનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ છે. 2014માં પાસ થયેલા એક ઠરાવ દ્વારા કરોડોના પ્લોટ પોતાના નામે કરી લેવામાં આવ્યા હતા. ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે. SRCના વિભાગમાં આ મામલે હડકંપ મચી ગયો છે. ભારત સરકારના મંત્રાલયમાંથી નિમણૂક થયેલા ડાયરેક્ટર નંદીશ શુકલા આ મામલે મૌન સેવી રહ્યા છે. 2014થી 2017 સુધીના કેગના ઓડિટ રિપોર્ટમાં અનેક ગોટાળા થયા હોવાનું જણાવવામાં આવ્યું છે. ડેપ્યુટી ચેરમેન પ્રેમ લાલવાણીએ ભ્રષ્ટાચારી ડાયરેક્ટરના સમર્થનમાં આવીને ડાયરેક્ટરોનોસ લૂલો બચાવ કર્યો છે. મંત્રાલયના ડાયરેક્ટર સતત બોર્ડ મિટિંગમાં ગેરહાજર રહેતા છતાં તેમને ડિસ-ક્વાલીફાઇ કરવામાં આવ્યા નથી. SRCના ડાયરેક્ટર નિલેશ પંડ્યાએ આક્ષેપ કર્યો છે કે, બોર્ડના ડાયરેક્ટરોએ મિલીભગત કરીને પોતાના નામે પ્લોટ પચાવી પાડ્યા છે અને ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ આચરીને અંદાજે 600 કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ આચર્યું છે. SRCના શેર હોલ્ડર સહિત પ્રોપર્ટી બ્રોકરો આ મામલે યોગ્ય તપાસની માંગ કરી રહ્યા છે. સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશનમાં કરોડો રૂપિયાના કૌભાંડનો આક્ષેપ ખૂબ જ ગંભીર છે. આ મામલે યોગ્ય તપાસ થવી જોઈએ જેથી કરીને દોષિતો સામે યોગ્ય કાર્યવાહી કરી શકાય.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field