(જી.એન.એસ) તા.૨૪
અમદાવાદ,
અપહરણ કરાયેલ બાળક પણ ઉત્તરપ્રદેશથી મળી આવ્યું હતું આંબલીમાં પાંચા તળાવ પાસે રહેતા રાહુલભાઈ એન.ચુનારાના બે વર્ષના દિકરા અભિમન્યુ ઉર્ફે ગુડ્ડુને તેમના કૌટુંબિક ભાભી મનીષાબહેન 17 ડિસેમ્બરના રોજ દવાખાનેથી દવા લેવડાવાનું કહીને લઈ ગયા હતા. આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનમાં બાળકના અપહરણનો ગુનો નોંધાવવામાં આવ્યો હતો. જેને આધારે પોલીસે મનીષાબેન મુકેશભાઈ ચુનારાની શોધ હાથ ધરી હતી.જેની તપાસમાં કોઈ હેમંત ચૌધરી અને સંજય ચૌધરી મનીષાબેન સાથે હોવાનું જાણવા મળ્યુ હતું. હેમંત ચૌધરી અગાઉ ભાડે રહેતો હોવાથી પોલીસે મકાન માલિકની પુછપરછ કરીને હંમેત અને સંજયના મોબાઈલ નંબર મેળવી લીધા હતા. બાદમાં ટેક્નિકલ સોર્સની મદદથી પોલીસે તેમના લોકેશનને આધારે તપાસ હાથ ધરી હતી. બાદમાં પોલીસે મૂળ ઉત્તરપ્રદેશના અને અમદાવાદમાં ચાંદખેડામાં રહેતા હેમંતસિંહ એમ.તેવટીયા, મૂળ ઉત્તરપ્રદેશના અને વડોદરામાં રહેતા સંજયસિંહ એમ.તેવટીયા તથા સરખેજમાં શાંતિપુરા સર્કલ પાસે રહેતા મનીષાબેન એમ.ચુનારાની ધરપકડ કરી હતી. અપહરણ કરાયેલ બાળક પણ ઉત્તરપ્રદેશથી મળી આવ્યું હતું. બાદમાં પોલીસે બાળક તેના વાલીને સોંપ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.