(જી.એન.એસ) તા.૨૩
જામનગર.
તેને યોગ્ય રીતે સ્ટોર કરવા જોઈએ. જામનગર કોર્પોરેશનના ખાદ્ય વિભાગે હાપા માર્કેટિંગ યાર્ડમાંથી શાકભાજી અને ફળોના સેમ્પલો લેબમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ સેમ્પલને વૈજ્ઞાનિક ઢબમાં સ્ટોર કરવાને બદલે કામગીરીમાં નબળાઈ જોવા મળી હતી. જેથી વિપક્ષના કોર્પોરેટરે એફએસએલની કામગીરી પર પ્રશ્નો કર્યા છે. જામનગર મનપાના ખાદ્ય વિભાગે હાપા માર્કેટિંગ યાર્ડમાં યોજાતી શાક બકાલાની હોલસેલ બજારમાંથી લેબોરેટરીના ઓફિસરોએ શાકભાજીના 138 અને ફળોના 26 સેમ્પલો લેબમાં મોકલવાની તૈયારી થઈ રહી હતી ત્યારે વિપક્ષના કોર્પોરેટરે કામગીરી અંગે સવાલો કર્યા હતા કે ખાદ્ય પદાર્થ ખૂબ જલ્દીથી બગડી જતા હોય છે. તેને યોગ્ય રીતે સ્ટોર કરવા જોઈએ. વિપક્ષના કોર્પોરેટર જેનબબેન ખફીએ કહ્યું હતું કે, તુરંત બગડી જાય તેવી મીઠાઈ સહિતની ખાદ્ય સામગ્રીના સેમ્પલો યોગ્ય તાપમાનમાં દિવસો સુધી બગડે નહીં તે રીતે પેક કરીને મોકલવામાં આવતા નથી. ફૂડ સેમ્પલોને એસ.ટી. બસ દ્વારા વડોદરા લેબમાં મોકલવામાં આવે છે, ફૂડ શાખા કેટલી ખરાબ રીતે કામગીરી કરે છે તેની રાજ્ય સરકારને ખબર હોવી જોઈએ. તેમજ નવી લેબોરેટરી બનાવવી જોઈએ. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કરવામાં આવેલા સેમ્પલો 204માંથી માત્ર 9 ફેલ થયા છે. 195ના પરિણામ આવવાના હજુ બાકી છે. આ વર્ષે 128માંથી 2 જ સેમ્પલ ફેલ થયા છે. આટલી મંદગતિએ કામ કઈ રીતે થાય? લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા થતાં અટકાવવા અસરકારક પગલા લેવા જોઈએ, પરંતુ કામગીરી યર્થાર્થ રીતે થવી જોઈએ તે દિશામાં પણ ધ્યાન આપવું જરૂરી છે. ફેબ્રુઆરી અને માર્ચમાં મોકલવામાં આવેલા નમૂના હવે ફેલ આવ્યા છે. આંકડા મુજબ 50 હજારની વસ્તીએ 1 ફૂડ સેફ્ટી ઓફિસરની નિમણૂક કરવાની હોય છે ત્યારે જામનગર માટે 12 ફૂડ સેફ્ટી ઓફિસર હોવા જોઈએ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.