(જી.એન.એસ),તા.22
ભાવનગર,
ભાવનગર પંથકમાં રહેતી મહિલાને શખ્સે ઘરે લઈ જઈ મહિલાએ કરેલા બળાત્કાર નાં કેસમાં સમાધાન કરી લેવા માટે ધમકી આપી શખ્સ સહિત માતા એ પણ મારી નાખવાની ધમકી આપી હતી. ગઈ રોજ બપોરના બારેક વાગ્યે ઘરે હાજર હતા. તે વખતે મહિલાનો પ્રેમી સમીર ઉર્ફે શાભો મીરૂભાઇ સુમરા ઘરે આવી અને કહેલ કે ચાલ મારી સાથે તેમ કેહતા મહિલા તેની સાથે હાદાનગર સત્યનારણ સોસાયટી ખાતે તેની મોટરસાયકલમા બેસીને તેના ઘરે ગયા હતા. અને મહિલા ત્યા બે દિવસ રોકાયેલ હતા. તે દરમ્યાન સમીર ઉર્ફે શાભો મીરૂભાઇ સુમરા ઉપર આજથી દોઢેક વર્ષ પેહલા મહિલાએ બળત્કારનો કેસ કરેલ હોય તેમા સમાધાન કરી નાખ નહિતર તને છરી વડે મારી નાખીશ તેમ કહેલ અને આ સમીરની માતા જીન્તબેન મીરૂભાઇ સુમરા તથા સલમાબેન ભાવેશભાઇ રાઠોડ ઘરે હાજર હોય કહેલ કે તે મારા ભાઇ તેમજ દિકરા ઉપર કેસ કરેલ હોય તેમા તુ સમાધાન કરી નાખજે નકર તને અહિ રેવા દેશુ નહી અને જાનથી મારી નાખીશ અને આ ત્રણેયે મારા મારી કરી હતી. અને મહિલા પાસે રહેલ રૂ.૨૮ હજાર તે દરમ્યાન ક્યાક મુકાય ગયા હતા. અને તા.૧૯ ડિસેમ્બર ૨૦૨૪ ના રાત્રીના સાડા બારેક વાગ્યે ૧૮૧ મા પોલીસની ગાડી બોલાવી મહિલા તેમા બેસી બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે આવેલ હતી.અને ત્રણેય વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.