Home ગુજરાત ઉત્તર ગુજરાત દ્વારકા પોલીસનું કારનામું, આરોપીને ગણતરીના કલાકમાં ઝડપી પાડ્યો

દ્વારકા પોલીસનું કારનામું, આરોપીને ગણતરીના કલાકમાં ઝડપી પાડ્યો

7
0

(જી.એન.એસ) તા.૧૯

દ્વારકા,

દ્વારકામાં સગીર બાળાનું મુસ્લિમ શખ્સ દ્વારા અપહરણ કરાયું. ભાણવડ પંથકમાં મુસ્લિમ શખ્સ દ્વારા સગીર વયની બાળાનું અપહરણ કરવાની માહિતી મળતા જ પોલીસે તાત્કાલિક કાયર્વાહી કરી. દ્વારકામાં સગીર બાળાનું મુસ્લિમ શખ્સ દ્વારા અપહરણ કરાયું. ભાણવડ પંથકમાં મુસ્લિમ શખ્સ દ્વારા સગીર વયની બાળાનું અપહરણ કરવાની માહિતી મળતા જ પોલીસે તાત્કાલિક કાયર્વાહી કરી. ઘટનાની જાણ થતાં દેવભૂમિ દ્વારકા પોલિસે વિવિધ ટીમો બનાવી આરોપીને શોધવા આકાશ-પાતાળ એક કર્યા. પોલીસની તત્કાલ કામગીરી અને સતર્કતાના કારણે ગણતરીની કલાકોમાં જ બાળા સહિત આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી. સગીર બાળાનું અપહરણ કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડયા બાદ અટકાયત કરી. પૂછપરછમાં આરોપીનું નામ રજાક ઉર્ફે ટકો મામદ નાગલા હોવાનું સામે આવ્યું અને બાળાના અપહરણના કામમાં તેના સાગરિતનું નામ હનિફ કારું કાંટેલિયા હોવાની ખબર પડી. પોલીસે બંને આરોપીને ઝડપી લેતા અટકાયત કરી. બંને આરોપીને સઘન પૂછતાછ કરી પૉક્સો અને BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ભાણવડ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર કાર્યવાહી ડીવાયએસ હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પી.આઈ. વી.એ. રાણા, કે.કે. મારુ. પી.જે.ખાંટ અને એન. જે વાળા તેમજ ભાણાવડના સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field