(જી.એન.એસ) તા.૧૯
ખેડા,
ખેડા ACB પોલીસે લાંચની માંગણી અંગે કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ કર્યો. ખેડા ACB પોલીસે લાંચની માંગણી અંગે બે સરકારી અધિકારી સામે ગુનો દાખલ કર્યો. કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર સરકારી અધિકારી અને એક નિવૃત્ત અધિકારીઓએ ફરિયાદી સામે ગુનો દાખલ ના કરવા લાંચની માંગણી કરી હતી. આ મામલાને લઈને ACB પોલીસમાં ફરિયાદ કરાતા તપાસ કરવામાં આવી. ACB પોલીસે એક વખત કોન્સ્ટેબલને પકડવા છટકું ગોઠવ્યું હતું પરંતુ કોઈ બાબતને લઈને તેઓ હાજર ના થતાં પકડવામાં નિષ્ફળતા મળી હતી. જો કે ACB પોલીસને સરકારી અધિકારીઓએ લાંચ માંગી હોવાના દસ્તાવેજી પુરાવા મળતા તેમની સામે ગુનો દાખલ કર્યો. કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંબ ભારતસિંહ સોલંકી અને નિવૃત ASIધીરાભાઈ મોહનભાઈ પગી દ્વારા લાંચ માંગવામાં આવી હતી. આ કેસની વિગત મુજબ કપડવંજ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર નાણાં ધીરવાને લઈને પત્ની અને પુત્ર વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી. અને આ પ્રકારના આક્ષેપવાળી બીજી ચાર અરજીઓ પોલીસ સ્ટેશનમાં દાખલ નહી કરવા માટે ફરજ બજાવતા કોન્સ્ટેબલ અને નિવડત એએસઆઈ દ્વારા ફરિયાદી પાસે પહેલા 10 લાખ રૂપિયાની માંગણી કરી. આ રકમ વધુ હોવાના કારણે ફરિયાદીએ તે ઓછી કરવાનું કહેતા છેલ્લે 4 લાખ રૂપિયા અને અંતે રકઝક બાદ 3,75,000 લાંચ પેટે આપવાનું નક્કી કર્યું. સરકારી અધિકારીઓ લાંચ લેતા હોવાને લઈને તેમણે એસીબીમાં ફરિયાદ પણ કરી. અને એસીબીના સહયોગથી રંગેહાથ તેમને પકડવા છટકું ગોઠવ્યું. કપડવંજ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સાથે નક્કી થયા મુજબ ફરીયાદીએ વધુ અરજી દાખલ ના કરવા 3,75,000 આપવા તેમના ઘરે ગયા હતા. પરંતુ તેઓ હાજર ના રહેતા છટકું ગોઠવી તેમને પકડવાનો પ્રયાસ નિષ્ફળ ગયો. એ.સી.બી. દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રાથમિક તપાસ દરમ્યાન ઉપરોક્ત બન્ને આરોપીઓએ ફરીયાદી સાથે લાંચની લેતી-દેતી સબંધે હેતુલક્ષી વાતચીત કરી હોવાના દસ્તાવેજી પુરાવા તથા વૈજ્ઞાનીક તથા સાંયોગિક પુરાવા મળતા લાંચની માંગણીનો ગુનો બનતો હોવાનું સ્પષ્ટપણે સાબિત થયું. બંને આરોપીઓએ રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરૂપયોગ કરતા તેમજ અન્ય કોન્સ્ટેબલ તેમને મદદગારીમાં રહેતા ગુનો નોંધવામાં આવ્યો. બન્ને આરોપીઓએ એકબીજા સાથે મેળાપીપણુ કરી ગુનાહીત ગેરવર્તણુક કરી ફરિયાદી પાસે લાંચ લેવાનો ગુનો કરતા જ ACB પોલીસ દ્વારા બંને સરકારી અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.