Home ગુજરાત ઉત્તર ગુજરાત ખંભાળિયા સંતોષી માતાજીના મંદિરનો રસ્તો ખુલ્લો મૂકી દીધો, અતિક્રમણ સાફ કર્યું અને...

ખંભાળિયા સંતોષી માતાજીના મંદિરનો રસ્તો ખુલ્લો મૂકી દીધો, અતિક્રમણ સાફ કર્યું અને પોલીસે ૫ શખ્શો સામે FIR કરી અટકાયત કરી, જેમાં ૨ લોકોનું મૃત્યું થઈ ગયેલ હોવાનું સામે આવ્યુ

9
0

(જી.એન.એસ) તા.૧૮

દ્વારકા,

દ્વારકા જિલ્લાના ખંભાલીયામાં આવેલ 50 વર્ષથી વધુ જૂના સંતોષી માતાના મંદિરને હનીફ, સુલેમાન, ગફાર, સુલેમાન, અબ્બાસ અને ઉમરે ઈરાદાપૂર્વક બ્લોક કર્યું હતું. જો કે, ઝડપી પોલીસ કાર્યવાહીને કારણે, એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, અને અતિક્રમણ સાફ કરવામાં આવ્યું હતું ખંભાળિયાના દ્વારકા ગેઈટ વિસ્તારમાં આવેલા રજવાડાના સમયના સંતોષી માતાજીના મંદિર નજીકના પ્લોટના બોગસ દસ્તાવેજો તેમજ ઉતરોતર તૈયાર કરાવી અને સીટી સર્વે અધિકારીઓ તેમજ કર્મચારીઓ સાથે સુનિયોજિત મિલાપીપણું રચી, અને કૌભાંડ આચરી, મંદિરના રસ્તા આડે આડસ ઊભી કરવામાં આવી હતી. તેને દૂર કરવામાં  આવ્યું છે. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે અહીંના દ્વારકા ગેઈટ વિસ્તારમાં આવેલા સંતોષી માતાજીના મંદિર ખાતે સેવા પૂજાનું કામ કરતા હિરેનપુરી પ્રતાપપુરી ગોસ્વામી દ્વારા ખંભાળિયા પોલીસ મથકમાં રાજકોટના 5, કિસાનપરા વિસ્તારમાં રહેતા ખતીજા કાસમ ખફી, ખંભાળિયામાં પઠાણ પાડ વિસ્તારમાં રહેતા ગુલમામાદ સુલેમાન ખફી, તેના બે પુત્રો હનીફ ગુલમામદ અને અબ્બાસ ગુલમામદ તેમજ અહીંના ભરવાડ પાડો વિસ્તારમાં રહેતા અબ્બાસ ઉંમર ખીરા નામના કુલ પાંચ શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ મુજબ સંતોષી માતાજીના મંદિરમાં કેટલાક સમયથી ભક્તો, શ્રદ્ધાળુઓને આવવા-જવાનો રસ્તો બંધ કરી દેવાની તજવીજ કરવામાં આવી હતી. આમ, નવાનગર જામ સાહેબના સ્ટેટનો લેખ બનાવી અને 1959માં કાસમ મેરુને વેચાણનો ખોટો દસ્તાવેજ કરી, તેનો ખરા તરીકે ઉપયોગ કરીને સીટી સર્વેમાં સેટીંગથી ચડાવી, આ જમીન વર્ષ 2021 માં હુસેન આબુ ભોકલને વેચાણ દસ્તાવેજથી આપવામાં આવી હોવાનું આ ફરિયાદમાં જાહેર થયું છે. આરોપીઓ દ્વારા પૂર્વાયોજિત કાવતરું રચીને અધિકારીઓ- કર્મચારીઓ સાથે સેટિંગ કરીને સરકારની માલિકીના ખોટા કીમતી દસ્તાવેજ તૈયાર કરીને 50 વર્ષથી મંદિરે દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓના રસ્તામાં આડસ ઉભી કરી, જમીન પચાવી પાડવાની પેરવી થયાનું પણ વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે પોલીસે તમામ પાંચ આરોપીઓ સામે આ પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તથા ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિની સૂચના અને માર્ગદર્શન હેઠળ આરોપી હનીફ સુલેમાન ખફી, ગફાર સુલેમાન ખફી અને અબ્બાસ ઉમર ખફીની અટકાયત કરી

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field