Home ગુજરાત ઉત્તર ગુજરાત સાયલા હાઈવે પર બે અકસ્માતમાં એક મહિલા સહિત કુલ બે લોકોના કરૂણ...

સાયલા હાઈવે પર બે અકસ્માતમાં એક મહિલા સહિત કુલ બે લોકોના કરૂણ મોત થયા

10
0

(જી.એન.એસ) તા.૧૮

સુરેન્દ્રનગર,

સાયલા હાઈવેના ગોસલ બોર્ડ પાસે વધુ એક અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. સાયલા હાઈવેના ગોસલ બોર્ડ પાસે વધુ એક અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે.વાહન ચાલક દિનેશભાઈ ધનજી પાનેલા ઉ.વ. 62, દિલ્હીથી કામ અર્થે પરત ફરતા, સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો અને ખોટી દિશામાં જઈ રહેલી આઈશર ટ્રક ડિવાઈડર સાથે અથડાઈ. અકસ્માત એટલો ગંભીર હતો કે અંદર બેઠેલા જામનગરના રહેવાસી 53 વર્ષીય જયશ્રીબેન અભયભાઈ ભીંડીએ કારના ધાબા પરથી કૂદી પડતાં ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું. ડ્રાઇવર દિનેશભાઇને પણ ઇજાઓ થતાં તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતા સાયલા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકના મૃતદેહને સાયલા સરકારી દવાખાને લઈ તેના પરિવારજનોને જાણ કરી હતી અને મૃતક મહિલાની લાશ પોસ્ટ મોર્ટમ બાદ તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી. અક્ષમત પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ, બીજો બનાવ સાયલા બાયપાસ પાસે કાલામુખા હાઈવે પર બન્યો હતો, માંગરોળમાં રહેતા 64 વર્ષીય કરશનભાઈ રામજીભાઈ સગરકા ટ્રક લઈને જૂનાગઢ જઈ રહ્યા હતા, તેઓ ટાયર ચેક કરી રહ્યા હતા, ત્યારબાદ તેઓને અકસ્માત નડ્યો હતો. પોતાનું વાહન રોડની બાજુમાં પાર્ક કરે છે. ત્યારે પાછળથી આવતી અન્ય એક ટ્રકે તેને જોરદાર ટક્કર મારી હતી. અક્સમતમાં ગંભીર ઈજાના કારણે કરશનભાઈને પ્રથમ સાયલા અને ત્યાંથી અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ ગંભીર ઇજાના કારણે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃતક ચાલકને ટક્કર મારનાર ટ્રક પણ થોડે આગળ પલટી ગયો હતો અને ચાલક વાહન મુકીને નાસી ગયો હતો. સાયલા પોલીસે ફરિયાદના આધારે ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે.

 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field