(જી.એન.એસ) તા.૧૮
અમદાવાદ,
પતિ તેની પ્રોફેસર પત્નીના પગારમાંથી જ લક્ઝરી લાઈફ માણતો હતો. તે જ્યારે ઈચ્છે ત્યારે તેની પત્નીના ATM કાર્ડ અને ચેકબુકમાંથી પૈસા ઉપાડી લેતો હતો. આરોપ છે કે પતિએ પોતાની બહેનના ભણતર અને લગ્નનો ખર્ચ પ્રોફેસર પત્નીના પગારમાંથી ઉઠાવ્યો હતો. અમદાવાદની એક સાયન્સ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતી 50 વર્ષીય મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા છે. મહિલા પ્રોફેસરના જણાવ્યા મુજબ, તેના પતિએ તેના પગારમાંથી પૈસા લૂંટીને તેની બહેનના લગ્ન કર્યા હતા અને તેને ત્રિપલ તલાક આપી દીધા હતા. અમદાવાદ શહેરની સાયન્સ કોલેજમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે કામ કરતાં મસીહુજમા અંસારી સાથે 50 વર્ષીય મહિલા પ્રોફેસરના લગ્ન વર્ષ 2001માં થયા હતા. લગ્નના 13 વર્ષ બાદ એટલે કે વર્ષ 2014માં મસીહુજમા અંસારીને ગુજરાત યુનિવર્સિટીના ઉર્દૂ ફારસી વિભાગમાં પ્રોફેસર તરીકે નોકરી મળી. પરંતુ આ સમયગાળા દરમિયાન ઓક્ટોબર મહિનામાં પતિએ અન્ય મહિલા સાથે લગ્ન કર્યા હતા. પત્નીએ દીકરીઓને જન્મ આપતાં પતિએ તેને દીકરીઓને પથ્થર સમાન ગણાવીને માનસિક ત્રાસ આપ્યો હતો. તેણે પત્નીને ધમકી આપી હતી કે જો તે દીકરો નહીં જન્માવે તો તે તેને અને દીકરીઓને મારી નાખશે. પત્નીએ 3જી વખત પુત્રને જન્મ આપ્યો હોવા છતાં પતિના સ્વભાવમાં કોઈ સુધારો આવ્યો ન આવ્યો હતો. પતિએ પત્નીને છૂટાછેડા માટે દબાણ કર્યું હતું અને વારંવાર ઘર છોડી જતો હતો. પરંતુ થોડા સમય પછી પાછો આવી જતો હતો. છેલ્લે, ઓક્ટોબર મહિનામાં તેણે અન્ય મહિલા સાથે લગ્ન કરી લીધા અને પત્નીને ત્રિપલ તલાક આપી દીધા. પત્નીએ આ ઘટનાની ફરિયાદ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. મહિલા પ્રોફેસરે તેના પતિ વિરુદ્ધ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં FIR માટે અરજી કરી છે. પત્નીની ફરિયાદ પર, પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 351 (4), ગુનાહિત ધમકી અને મુસ્લિમ મહિલા અધિનિયમ હેઠળ FIR નોંધી અને આ મામલે તપાસ શરૂ કરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.