(જી.એન.એસ) તા.૧૮
સુરેન્દ્રનગર,
તે આ બે માલધારી સમાજની મહિલાઓએ સાબિત કર્યુ છે. સુરેન્દ્રનગરના દસાડામાં અંતરિયાળ ગામ જૈનાબાદની બે બહેનો હાલ ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. ક્રિકેટ એ માત્ર પુરૂષોનો ઈજારો નથી તે આ બે માલધારી સમાજની મહિલાઓએ સાબિત કર્યુ છે. જૈનાબાદ ગામની નિધિ મકવાણાનો સૌરાષ્ટ્ર મહિલા ક્રિકેટ ટીમમાં સમાવેશ અને તેની માસીયાઈ બહેન આલ જતનનું પણ SGFI સ્ટેટ ટુર્નામેન્ટમાં સિલેક્શન થયું છે. એટલું જ નહીં, આ બંને બહેનો લાંબી કૂદ, ઊંચી કૂદ, ઘોડેશ્વરી, રાયફલ શૂટિંગ સ્પર્ધામાં પણ નેશનલ લેવલ સુઘી રમી પોતાના સમાજ અને પરિવારનું નામ રોશન કર્યુ છે. દસાડા તાલુકાના જૈનાબાદ ગામની બંને દીકરીઓ સતત ત્રણ ચાર વર્ષથી મહેનત કરે છે નિધિએ પ્રથમ વખત બાસ્કેટબોલમાં પાટણ રાજ્ય કક્ષાએ અને હોકી ટુર્નામેન્ટમાં ગીર સોમનાથ રાજ્ય કક્ષાએ રમતગમતમાં ભાગ લીધો હતો. પરંતુ એને રમતગમતમાં ખૂબ રસ હોવાના કારણે શાળા અને પરિવારે વ્યક્તિગત ટુર્નામેન્ટમાં ભાગ લેવડાવ્યો હતો જેમાં નિધિ કન્યા હોવા છતાં તેણે પોતે 7 ફૂટ વાંસફૂદ કૂદી રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. વધુમાં, મહારાષ્ટ્રમાં સોફ્ટ ટેનિસમાં પણ અમદાવાદ ખોખરામાં રાજ્ય કક્ષાએ 5 ખેલાડીની ટીમમાં સ્થાન પ્રાપ્ત કરી મકવાણા નિધિ, આલ જતન, ભૂંગળ ગોપી ત્રણ દીકરીઓ છત્તીસગઢ રાયપુર મુકામે નેશનલમાં રમવા ગયેલી. ત્યારબાદ પરંતુ તેની સાથે તેની બહેન આલ જતન પણ સાથે જોડતા બંનેની જુગલ જોડી બની હતી. આલ જતન પણ વાંસકૂદમાં નડિયાદ ખાતે U-17માં પહેલું સ્થાન મેળવ્યું હતું. 2023-24માં રાજકોટ ખાતે સૌરાષ્ટ્રમાંથી 65 દીકરીઓએ ભાગ લીધો હતો. જેમાંથી નિધિ અને તેની બહેન જતનનું પોરબંદરમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી જિલ્લા ટુર્નામેન્ટમાં પસંદગી થઈ હતી. બાદમાં આગળ જતાં U-19માં સૌરાષ્ટ્ર ક્રિકેટમાં પસંદગી થઈ હતી. આલ જતનનું SGFI સ્ટેટ ટુર્નામેન્ટમાં પસંદગી કરવામાં આવી છે. જો મેચ જીતશે તો નેશનલ લેવલે પ્રતિનિધિત્વ કરવાની તક મળશે. જૈનાબાદની શ્રીમતી ઝુબેદા બેગમ હાઈસ્કૂલના ટ્રસ્ટી સબીર મહંમદખાનજી તેમજ ધનરાજ મલિકે પણ બંને બહેનોને તેમજ અન્ય વિદ્યાર્થીઓને આગળ વધારવામાં ખૂબ સહકાર આપ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.