(જી.એન.એસ) તા.૧૮
રાજકોટ,
ત્યારે આ મામલે પોલીસે તપાસ ઊંડી તપાસ હાથ ધરી છે. રાજકોટ જીલ્લામાં સબરજીસ્ટ્રાર કચેરીમાં ચાલતા બોગસ દસ્તાવેજ કૌભાંડમાં કોમ્પ્યુટર ઓપરેટરના સુપરવાઈઝર સહિત 3 લોકોની ધરપકડ બાદ પોલીસ હવે એક્શનમાં આવી છે. નકલી દસ્તાવેજ મામલે જીલ્લા કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારી ને સમગ્રની મામલાની તપાસ સોંપવામાં આવી છે. ગાંધીનગરથી રેવન્યૂ અધિકારી દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. રાજકોટમાં સબ રજિસ્ટાર કચેરીમાં ચાલતા બોગસ દસ્તાવેજ કૌભાંડ મામલે 3 લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. કોમ્પ્યુટર ઓપરેટરનાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવનાર જયદીપ ઝાલા, કિશન ચાવડા અને હર્ષ સોનીનું નામ સામેલ છે. પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે કે આરોપીઓએ ખૂબ ચાલાકીપૂર્વક દસ્તાવેજોનો નાશ કર્યો હતો. હાથથી લખાયેલા દસ્તાવેજોને કપટતાથી નષ્ટ કરી દેવામાં આવ્યો હતો. વધુમાં આરોપીઓએ કોમ્પ્યુટરમાં નકલી દસ્તાવેજની કોપી સેવ કરી હતી અને નકલી ડોક્યુમેન્ટ બનાવી અસલી દસ્તાવેજનો ઉપયોગ કરતા હતા. ત્યારે આ મામલે પોલીસે તપાસ ઊંડી તપાસ હાથ ધરી છે. તલાટી, રેવન્યૂ મામલતદાર સહિતના સરકારી કર્મચારીઓની જવાબદારી અંગે માહિતી માંગી તપાસ શરૂ કરવામાં આવી છે. જો અધિકારી કે કર્મચારીની બેદરકારી સામે આવશે તો કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા રજીસ્ટ્રાર ઓફિસના કોમ્પ્યુટર કબ્જે કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારીને સમગ્ર મામલાની તપાસ સોંપાઇ છે. ગાંધીનગરથી રેવન્યૂ અધિકારી દ્રારા પણ તપાસનો ધમધમાટ શરુ થઈ ગયો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.