Home રમત-ગમત Sports ગાબા ટેસ્ટમાં ચોથા દિવસની રમતમાં બેટ્સમેનોએ ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા સામે...

ગાબા ટેસ્ટમાં ચોથા દિવસની રમતમાં બેટ્સમેનોએ ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા સામે સિક્સર ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી

1
0

(જી.એન.એસ),તા.17

મુંબઈ

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને આકાશ દીપે 17 ડિસેમ્બર 2024ના રોજ ટેસ્ટ ક્રિકેટમાં જે સિદ્ધિ હાંસલ કરી તે લાંબા સમય સુધી યાદ રહેશે. ટીમ ઈન્ડિયાના આ નંબર 10 અને 11 નંબરના બેટ્સમેનોએ છેલ્લી વિકેટ માટે શાનદાર રમત રમી અને ઓસ્ટ્રેલિયા સામે સિક્સ પણ ફટકારી. આ સાથે ટેસ્ટમાં પ્રથમ વખત 10મા અને 11મા નંબરના ભારતીય બેટ્સમેનોએ ઓસ્ટ્રેલિયા સામે સિક્સર ફટકારી છે. આ પરાક્રમ 77 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત થયું છે. બંને દેશો વચ્ચે પ્રથમ ટેસ્ટ શ્રેણી 1947માં રમાઈ હતી. પરંતુ ત્યારથી આજ સુધી આવું ક્યારેય બન્યું ન હતું. ગાબા ખાતે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટના ચોથા દિવસના અંતિમ સત્રમાં આકાશ અને બુમરાહે ટીમ ઈન્ડિયાની છેલ્લી વિકેટ માટે અણનમ ઈનિંગ રમી હતી. આ ઈનિંગ દરમિયાન બંનેએ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ સામે એક-એક સિક્સર પણ ફટકારી હતી. બુમરાહ અને આકાશ બંનેની આ સિક્સર જોવા લાયક હતી, જેણે ચાહકોની સાથે-સાથે ભારતીય ડ્રેસિંગ રૂમમાં પણ ઉત્સાહ ભરી દીધો હતો. આકાશ દીપ અને બુમરાહની ટૂંકી પરંતુ મહત્વની ઈનિંગ્સે 77 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ન માત્ર આટલી સિદ્ધિ હાંસલ કરી છે, પરંતુ ટીમ ઈન્ડિયાને આ બંને અંગદની જેમ અડગ ઊભા રહેવાનો ફાયદો પણ મળ્યો છે. ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં 445 રનના જવાબમાં ભારતીય ટીમે 9 વિકેટ ગુમાવીને 252 રન બનાવી લીધા છે. આકાશ દીપ 31 બોલમાં 27 રન અને બુમરાહ 27 બોલમાં 10 રન બનાવીને અણનમ છે. જ્યારે ટીમ ઈન્ડિયાની નવમી વિકેટ પડી ત્યારે તેને ફોલોઓન ટાળવા માટે 32 રનની જરૂર હતી. આ મુશ્કેલ સમયમાં બુમરાહ અને આકાશે ધીરજપૂર્વક બેટિંગ કરી હતી. બંનેએ ફોલોઓનનો ખતરો ટાળ્યો અને ચોથા દિવસની રમત પૂરી થયા પછી પણ આ જોડી અણનમ રહી. બેટિંગ પહેલા જસપ્રીત બુમરાહ અને આકાશ દીપે બોલિંગમાં પણ યોગદાન આપ્યું હતું. બુમરાહે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ દાવમાં 28 ઓવરમાં 76 રન આપીને 6 વિકેટ લીધી હતી. જ્યારે આકાશ દીપને એક વિકેટ મળી હતી. તેણે 29.5 ઓવરમાં 95 રન આપ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field