(જી.એન.એસ) તા.૧૭
કચ્છ,
ખાવડા નેશનલ હાઇવે પર હાજીપીર ધોરડો અને ખાવડામા કાર્યરત નમકની કંપનીઓ અને કચ્છના રણ સોલાર પાર્કના કામમાં ચાલતા મોટા વાહનો બેફામ રીતે દોડતા હોવાથી ટ્રેઇલર હડફેટે કચડાઈને સ્થાનિક લોકોના મુત્યુંના બનાવોમાં અતિ ગંભીર ઉછાળો આવ્યો છે. ખાવડા નેશનલ હાઇવે જે એક સમયે વિકાસનું પ્રતીક હતો, તે આજે મૃત્યુનો માર્ગ બની રહ્યો છે. આ હાઇવે પર દોડતા ઓવરલોડ વાહનો સ્થાનિક લોકો માટે સતત જીવનું જોખમ ઉભું કરી રહ્યા છે. ખાસ કરીને હાજીપીર ધોરડો અને ખાવડા વિસ્તારમાં આવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ હાઇવે પર ઓવરલોડ ટ્રેલરોના અકસ્માતોમાં 15 જેટલા યુવાનો અને 250થી વધુ પશુઓના મોત થયા છે. આ આંકડા ખૂબ જ ચિંતાજનક છે અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નમક કંપનીઓ અને સોલાર પાર્કના કામમાં સંકળાયેલા મોટા વાહનો બેફામ રીતે દોડતા હોવાથી આ અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. બન્ની પચ્છમના ગામોમાં હવે હાઇવે પર વાહન જોતા જ ભયભીત થવાની સ્થિતિ ઉભી થઈ છે. સ્થાનિક લોકો, ખાસ કરીને યુવાનો, હાઇવે પરથી પસાર થવામાં ડર અનુભવે છે. આવી પરિસ્થિતિમાં, સ્થાનિકોનું જીવન અને રોજગાર પણ પ્રભાવિત થઈ રહ્યું છે. વિકાસના અભરખા હેઠળ ધમધમી ઉઠેલો ખાવડા નેશનલ હાઇવે મુંગા પશુઓ અને સ્થાનિક માનવોનું મોત નો માર્ગ બની રહ્યો છે. 15 જેટલાં યુવાનો અને 250થી વધુ ભેંસો ઓવેરલોડ ટ્રેઇલરોના હડફેટે આવીને મોતને ભેટી હોવાથી આ રોડ, રોડ ટુ ડેથ જેવા કુખ્યાત નામથી પ્રખ્યાત થઈ જાય તે પહેલા તંત્ર ગંભીરતાથી લે તેવી રજૂઆત બની પચ્છમ અધિકાર મંચ દ્વારા કરવામાં આવી હતી. આ ગંભીર સમસ્યા હોવા છતાં, તંત્ર દ્વારા આ દિશામાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. ઓવરલોડ વાહનો પર કાર્યવાહી કરવામાં આવતી નથી અને હાઇવે પર સ્પીડ લિમિટ લાગુ કરવામાં આવી નથી. સ્થાનિક સમાજ સેવી સંસ્થાઓ અને લોકોએ તંત્રને વારંવાર રજૂઆત કરી છે, પરંતુ કોઈ પરિણામ આવ્યું નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.