Home ગુજરાત સુરતમાં ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કર્યો

સુરતમાં ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કર્યો

7
0

(જી.એન.એસ) તા.૧૭

સુરત,

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં એક હૃદયદ્રાવક ઘટનામાં ઘરકંકાસને કારણે એક પતિએ પોતાની પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી માહિતી મુજબ, સુરત ઓલપાડના મોટા હળપતિવાસમાં રહેતા ધનસુખભાઈ કેશવભાઈ રાઠોડ અને તેમની પત્ની લક્ષ્મીબેન રાઠોડ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઘરકંકાસ ચાલી રહ્યો હતો. નાનીનાની વાતો પર બંને વચ્ચે તકરાર થતી હતી. આજે સવારે આ તકરાર વધુ ઉગ્ર બની હતી અને ધનસુખભાઈએ ગુસ્સામાં આવીને લક્ષ્મીબેન પર કુહાડી વડે હુમલો કરી દીધો હતો. 16 ડિસેમ્બર 2024ના રોજ વહેલી સવારે ઘરમાં સંતોનો સૂતાં હતાં, એ દરમિયાન બેડરૂમમાં રહેલી પોતાની 43 વર્ષીય પત્ની લક્ષ્મી રાઠોડ પર ધારદાર કુહાડીના ઘા ઝીંકી દેતાં તેઓ બેડમાં જ પડી ગયાં હતાં અને અસહ્ય દુખાવાથી પીડાઈને બૂમો પાડી રહ્યાં હતાં. આ દરમિયાન માતાની બૂમો સાંભળી તેમની 25 વર્ષીય દીકરી તેજલ આવી જતાં ધનસુખભાઈ રૂમમાં કુહાડી ફેંકી ઘરની બહાર ભાગી ગયા હતા. ઘટના બન્યા બાદ ધનસુખભાઈ ઘરની બહાર નીકળી ગયા હતા અને નજીકની પાણીની ટાંકી પરથી કૂદીને આપઘાત કરી લીધો હતો. જ્યારે લક્ષ્મીબેનને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસ દોડતી થઈ ગઈ હતી. ઘરકંકાસ અને હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જો કોઈ પરિવારોમાં હિંસા થઈ રહી હોય તો પીડિત વ્યક્તિએ કાનૂની મદદ લેવી જોઈએ. આવી દુ:ખદ ઘટનાઓને રોકવા માટે સમાજમાં સહકાર અને સંવાદ જરૂરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field