Home ગુજરાત ઉત્તર ગુજરાત સાબરકાંઠાના ઇડર શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ટ્રાફિકનો પ્રશ્ન શરદર્દ બની રહ્યો છે

સાબરકાંઠાના ઇડર શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ટ્રાફિકનો પ્રશ્ન શરદર્દ બની રહ્યો છે

5
0

(જી.એન.એસ),તા.૧૪

સાબરકાંઠા,

બાયપાસ રોડની માંગ સાથે કોંગ્રેસની આવેદન પત્ર આપી ચૂંટણી ટાણે કરેલા વચનો પૂરા કરવા માંગ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઈડર શહેરમાં છેલ્લા કેટલાય સમયથી પ્રાણ પ્રશ્ન બની રહેલા ટ્રાફિક મામલે ઇડર પ્રાંત કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમજ સ્થાનિક ધારાસભ્ય સહિત વહીવટી તંત્ર અને સરકારને ઈડરના ટ્રાફિક માંથી છુટકારો મેળવવા માટે રજૂઆત કરાઈ છે. સાબરકાંઠાના ઇડર શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ટ્રાફિકનો પ્રશ્ન શરદર્દ બની રહ્યો છે. ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં ધારાસભ્ય પદ માટેની ચૂંટણી વખતે સ્થાનિક વહીવટી તંત્ર સહિત ઇડરના હાલના ધારાસભ્ય સમગ્ર શહેરને ટ્રાફિકમાંથી છુટકારો અપાવવાની વાત કરી હતી. તેમજ છેલ્લા 30 વર્ષથી ઈડર શહેર ટ્રાફિકની ભીંસથી પીડાઈ રહ્યો છે જેમાં કેટલાય લોકો માટે ટ્રાફિકનો પ્રશ્ન પ્રાણ પ્રશ્ન બની રહ્યો છે એક તરફ અમદાવાદથી ખેડબ્રહ્મા રેલ લાઇનના પગલે ઈડર શહેરમાં મુખ્ય રસ્તાઓ ઉપર આરસીસી કામ શરૂ હોવાના પગલે ટ્રાફિક વધી રહ્યો છે તો બીજી તરફ ઈડર નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય રસ્તાઓને આરસીસી બનાવવાના હોવાથી સવારથી જ સમગ્ર શહેર માં ટ્રાફિકનો પ્રશ્ન મહત્વનો બની રહે છે જોકે ઈડર સહિત સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઈડર પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં ઇડર શહેરને ટ્રાફિક માંથી મુક્તિ આપવાના વચનો આપ્યા હતા. તે સદંતર ખોટા પડી રહ્યા છે જોકે હાલના તબક્કે સાબરકાંઠા જિલ્લામાં ઈડર શહેરમાંથી પસાર થવું તે દુષ્કર બની રહ્યું છે જોકે આ મામલે ઈડર વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર રામભાઈ સોલંકી એ નિવેદન આપતા જણાવ્યું હતું કે ઈડર સહિત ગુજરાત ભરમાં ભાજપનું છેલ્લા 30 વર્ષથી શાસન છે ત્યારે આજેપણ પ્રજાને ખોટા વચનો આપી ચૂંટણી વખતે ભ્રમિત કરવામાં આવે છે ત્યારે આગામી સમયમાં ટ્રાફિક મામલે જો ચોક્કસ પરિણામ નહીં લેવાય તો ઈડર શહેર આગામી સમયમાં પણ ટ્રાફિકની સમસ્યાથી પીડિત બની રહેશે તે નક્કી છે. ઈડર શહેર વચ્ચેથી પસાર થતાં સ્ટેટ હાઇવે રોડ પર દિવસ રાત હજારો વાહન ચાલકો તેમજ રાહદારીઓ પસાર થતા હોય છે ત્યારે શહેર વચ્ચેથી પસાર થતાં સ્ટેટ હાઇવે રોડ પર દબાણો સહીત ખાનગી સટલિયા ઓને લઈ ટ્રાફીક સમસ્યા સર્જાતી હોય છે. શહેરના મુખ્ય સ્ટેટ હાઇવે રોડ પર ટ્રાફિકને લઈ અવારનવાર ઇમરજન્સી એમ્બ્યુલન્સ તેમજ વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવા માટે મજબૂર બનતા હોય છે. ત્યારે ત્રણથી ચાર કિલોમીટર સુધીના ટ્રાફીકમાં હેરાન પરેશાન થતા વાહન ચાલકો સહીત રાહદારીઓને ટ્રાફીક સમસ્યા માંથી છુટકારો મળે તે હેતુથી કૉંગ્રેસ પક્ષ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી ભાજપ દ્રારા ચૂંટણી ટાણે કરેલા વચનો પૂરા કરવા માંગ કરી છે. આગામી સમયમાં તંત્ર દ્વારા બાયપાસ રોડની મંજૂરી આપી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તે ખૂબ મહત્વનું બની રહે છે. જોકે હાલના સમયે સ્થાનીક ઈડર પાલીકા છેલ્લા બે વર્ષથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે જેની ચૂંટણી જાહેરાત થાય તે પહેલાં વિરોધ પક્ષ પણ આક્રમક મૂળમાં પ્રજાજનોના પ્રશ્નને વાચા આપી સરકાર સામે લડતનાં શ્રીગણેશ કર્યા છે. જો આગામી સમયમાં તંત્ર દ્વારા બાયપાસ રોડની માંગણી સ્વીકારવામાં નહિ તો ચોક્કસ પણે પાલિકામાં ચૂંટણી ટાણે ભાજપને મુશ્કેલ બનશે તે બાબત નક્કી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field