Home ગુજરાત E-KYC આધાર અપડેટ માટે જનસેવા કેન્દ્રો બહાર શિયાળાની વહેલી સવારથી લાંબી લાઈનો...

E-KYC આધાર અપડેટ માટે જનસેવા કેન્દ્રો બહાર શિયાળાની વહેલી સવારથી લાંબી લાઈનો લાગી

7
0

(જી.એન.એસ) તા.૧૧

સાબરકાંઠા,

સાબરકાંઠાના ઈડર તાલુકા મથકે સરકારના મૂકબધિર અધિકારીઓ દ્વારા અરજદારો માટે કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા સહિત ગ્રામ્ય કક્ષાએ આધાર કાર્ડના કેમ્પ જેવી કોઈ પણ સુવિધા ઉભી ન થતાં વિદ્યાર્થીઓ સહિત વાલીઓ પણ પોતાનો ધંધો રોજગાર બગાડીને લાઈનોમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે. સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં આધાર કાર્ડ અપડેટ માટે છેલ્લા કેટલાય સમયથી હજારો અરજદારો પરેશાન થઈ રહ્યા છે. જોકે તંત્રને આ મામલે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હોવા છતાં પરિસ્થિતિ યથાવત રહેતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. સરકારી અધિકારીઓ દ્રારા અરજદારો માટે કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા તંત્ર સામે રોષ કરાયો છે.સાબરકાંઠા જિલ્લામાં દરેક તાલુકા મથકો પરના જનસેવા કેન્દ્રોમાં આધાર કાર્ડ અપડેટની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઈડર જનસેવા કેન્દ્રમાં છેલ્લા કેટલાય સમયથી આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે વહેલી સવારથી જ વાલીઓ સહિત બાળકો લાઈનમાં ઉભા રહેતા નજરે પડી રહ્યા છે, જોકે આ મામલે હજારો રજૂઆત કરી હોવા છતાં કોઈપણ પ્રકારનું પરિણામ મળી શક્યું નથી, સાથોસાથ હાલના તબક્કે આધાર કાર્ડ અપડેટ માટે વિદ્યાર્થીઓ સહીત વાલીઓ સવારથી જ કડકટતી ઠંડીમાં લાઈનોમાં ઉભા રહી ટોકનની રાહ જોતાં હોઈ છે. જોકે આ મામલે સ્થાનિક સહીત ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા અરજદારોની વેદના જોઈ સરકારના માનીતા અઘિકારીઓ કોઇપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી શકયા નથી. જેને પગલે શિયાળાની ઋતુમાં વહેલી સવારથી જનસેવા કેન્દ્રો બહાર વાલીઓ સહીત વિદ્યાર્થીઓ શાળાનો અભ્યાસ બગાડી આધાર અપડેટ માટે વલખાં મારી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આધાર અપડેટ તેમજ રેશનકાર્ડમાં E-Kyc માટેની જાહેરાત કરાયા બાદ મોટાભાગના અરજદારો લાઈનમાં આધાર કાર્ડ અપડેટ તેમજ રેશનકાર્ડમાં E-Kyc કરાવવા માટે સરકારી કચેરીના ધક્કે ચડ્યા છે. જનસેવા કેન્દ્રમાં ચાલતી આધાર અપડેટની કામગીરીમાં ઓપરેટરો પણ પૂરતા પ્રમાણમાં ના હોવાને પગલે કામ સમયસર થઈ શકતું નથી, સામે રહેલી સવારથી લાઈનમાં ઊભા રહેતા અરજદારોને ડોક્યુમેન્ટમાં કોઈપણ પ્રકારની ક્ષતિ હોય તો તેઓને બીજા દિવસનો ધક્કો પણ યથાવત રહેતો હોય છે. ત્યારે સમગ્ર બાબતે સરકારી કચેરીમાં થતા આધારકાર્ડના અપડેટ તેમજ રેશનકાર્ડના E-Kyc માટેના જરૂરી ડોક્યુમેન્ટની માહિતી દર્શાવતા બોર્ડનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. સરકારી કચેરીમાં AC માં આરામ ફરમાવતા સરકારી બાબુઓ અરજદારોની વેદના સાંભળ્યા વિના ત્રણ થી ચાર દિવસ સુધી સરકારી કચેરીમાં ધક્કા ખાવા માટે વિદ્યાર્થીઓ સહિત વાલીઓ મજબૂર બન્યા છે. મોટાભાગના વાલીઓ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોય છે તેઓનું માનવું છે કે સ્થાનિક તંત્ર દ્વારા આધાર કાર્ડ અપડેટ માટેની કીટ ગ્રામ્ય કક્ષાએ કેમ્પ કરવામાં આવે તો મોટાભાગના વાલીઓ સહિત વિદ્યાર્થીઓને આનો ફાયદો થઈ શકે તેમ છે. જોકે વિદ્યાર્થીઓને વાલીઓને શિયાળાની ઋતુમાં વહેલી સવારથી લાઈનોમાં ઉભા રહ્યા બાદ પણ મોટાભાગનાં અરજદારો આધાર અપડેટ કરાવ્યા વિના પરત ફરતા હોય છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી સરકારી બાબુઓ દ્રારા અરજદારો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની વાતો કરવામાં આવી રહી છે. જો આગામી સમયમાં અરજદારો માટે આળસુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી ન કરવામાં આવે તો તંત્ર સામે ભારે વિરોધાભાસ સર્જાઇ શકે છે. ત્યારે આગામી સમયમાં સરકારી કચેરીમાં ફરજ બજાવતા બાબુઓ દ્રારા અરજદારો માટે કંઈ અને કેવી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે છે તે મહત્વનું બની રહે છે. મોટાભાગના અરજદારોનું માનવું છે કે તાલુકા મથકે આવેલા જનસેવા કેન્દ્ર ખાતે આધાર કાર્ડ અપડેટની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે મામલતદાર તેમજ પ્રાંત અધિકારી દ્વારા અરજદારો અને વિદ્યાર્થીઓના અભ્યાસને ધ્યાને રાખી ગ્રામ્ય પંથકોમાં આધાર અપડેટ તેમજ રેશનકાર્ડ E-Kyc માટેની કામગીરી હાથ ધરવામાં આવે તો અરજદારોને શિયાળાની ઋતુમાં વહેલી સવારે પડતી હાલાકીમાંથી છુટકારો મળી શકે તેમ છે. તેમજ આધાર અપડેટ તેમજ રેશનકાર્ડ KYC માટે જરૂરી ડોક્યુમેન્ટ માટેનુ બોર્ડ લગાવવામાં આવે તો કચેરી ખાતે આવતા અરજદારોને ખ્યાલ આવી શકે. સરકારી કચેરીમાં આરામ ફરમાવતા સરકારી બાબુઓ દ્વારા અરજદારોની માંગણીઓને ધ્યાને રાખી અરજદારોને હાલાકી ન પડે તે પ્રકારની કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તે ખૂબ મહત્વનું બની રહે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field