Home મધ્ય ગુજરાત અમદાવાદ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પરના હુમલાને લઈને અમદાવાદમાં વિરોધ પ્રદર્શનનો વંટોળ શરૂ થયો

બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પરના હુમલાને લઈને અમદાવાદમાં વિરોધ પ્રદર્શનનો વંટોળ શરૂ થયો

3
0

(જી.એન.એસ) તા.૧૧

અમદાવાદ,

બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર થતા અત્યાચારો સામે નોઈડા, અંબાલા સહિત અમદાવાદમાં પણ વિરોધનો વંટોળ શરૂ થયો. બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર થતા અત્યાચારો સામે નોઈડા, અંબાલા સહિત અમદાવાદમાં પણ વિરોધનો વંટોળ શરૂ થયો. હિન્દુ હિતરક્ષક સમિતિ દ્વારા આજે અમદાવાદમાં આ અત્યાચારો સામે વિરોધ નોંધાવવામાં આવશે. શહેરમાં ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ હિન્દુ હિતરક્ષક સમિતિ દ્વારા વલ્લભ સદન રિવરફ્રન્ટ ખાતે માનવ સાકળનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ખાસ સભાનું પણ આયોજન કરાયું હતું. જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર થતા હુમલાને લઈને ભારતમાં થઈ રહેલ ઠેર-ઠેર વિરોધના અમદાવાદમાં પણ પડઘા પડ્યા. આજે સવારે 8.30થી 9.15 સુધી રિવરફ્રન્ટ ખાતે વિશાળ માનવ સાકળ રચી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. બાંગ્લાદેશમાં હિંદુઓનો નરસંહાર થઈ રહ્યો છે, જેના કારણે સમગ્ર સનાતની ભેગા થયા છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. આ જ કારણ છે કે ભારતમાં ગુસ્સો વધી રહ્યો છે. દેશના જુદા જુદા ભાગોમાં લોકોએ હિંસાનો વિરોધ કર્યો. બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસના પૂતળા બાળવામાં આવ્યા હતા. લોકોએ બાંગ્લાદેશી સામાનનો બહિષ્કાર કરવાની પણ અપીલ કરી હતી. જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચારની ઘટનાઓ સતત વધી રહી છે. થોડા દિવસો પહેલા એક હિંદુ મંદિરમાં હુમલાખોર ટોળા દ્વારા તોડફોડ કરવામાં આવી હતી, જે બાદ ભારતમાં સનાતનીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારની સખત શબ્દોમાં નિંદા કરતા સમગ્ર ભારતમાં તેના ઉગ્ર પડઘા પડી રહ્યા છે. ભારતમાં અનેક સ્થાનો પર વિરોધ પ્રદર્શન સાથે પગપાળા પદયાત્રા કાઢવામાં આવી હતી.આ સાથે તમામ હિંદુ સંગઠનોએ આ અત્યાચાર સામે લડત આપવા મોટા આંદોલનની ચીમકી આપી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field