Home ગુજરાત બાસ્કેટ બોલ સ્પર્ધા રમવા આવેલા ખેલાડીઓ દારૂની પાર્ટી કરતા આખી ટીમ ડિસ્ક્વોલિફાઈ...

બાસ્કેટ બોલ સ્પર્ધા રમવા આવેલા ખેલાડીઓ દારૂની પાર્ટી કરતા આખી ટીમ ડિસ્ક્વોલિફાઈ થઈ

8
0

(જી.એન.એસ) તા.૧૦

પાટણ,

સિક્યુરિટી ગાર્ડ દ્વારા ગાડીને રોકવા જતા ગાડી તેમની ઉપર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો પાટણમાં બનેલા એક બનાવમાં બાસ્કેટ બોલ સ્પર્ધા રમવા માટે આવેલા ખેલાડીઓએ દારૂની પાર્ટી કરતા ચકચાર મચી ગઈ છે. દારૂ પીતા આ ટીમ ઝડપાઈ જતા આખી ટીમને ડિસક્વોલીફાઈ કરી દેવામાં આવી હતી. આ બનાવની વિગત મુજબ જીમખાના ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધાના ખેલાડીઓને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ઋષા હોસ્ટેલમાં રખાયા હતા. જે પૈકી રૂમ નંબર છ ના ત્રણ જેટલા વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા હતા. ફરજ પરના સિક્યુરિટીએ તેઓને અટકાવતા તેમની સાથે બોલાચાલી કરી પોતાની ગાડી લઈ નાસવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સિક્યુરિટી ગાર્ડ દ્વારા ગાડીને રોકવા જતા ગાડી તેમની ઉપર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે અન્ય સિક્યુરિટી ગાર્ડ તેમજ કર્મચારીઓ મેન ગેટ બંધ કરી દેતા ગાડી ઉભી રહેતા ત્રણેય વિદ્યાર્થીઓને પકડી બી ડિવિઝન પોલીસને હવાલે કર્યા હતા.પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિદેશી દારૂને લઈને વિવાદમાં આવી છે ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા પાટણ રમત ગમત સંકુલ ખાતે બાસ્કેટબોલ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત ભરના ખેલાડીઓ આ બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાગ લેવા આવ્યા હતા. ત્યારે બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાગ લેનાર મોટાભાગના વિદ્યાર્થીઓને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ઋષા બોયઝ હોસ્ટેલમાં રાખવામાં આવ્યા હતા. ત્યારે ગતરોજ રાત્રીના સમયે હોસ્ટેલના રૂમ નંબર 6 માં કેટલાક વિદ્યાર્થીઓ રૂમમાં મોટા અવાજે ગીતો વગાડી ડાન્સ કરી રહ્યા હતા ત્યારે અવાજ જોઈને હોસ્ટેલના વર્ડન આવ્યા હતા અને દરવાજો ખોલાવ્યો હતો. ત્યારે દરવાજો ખોલતા જે વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા હતા.હોસ્ટેલના વોર્ડને તેઓને આવું ન કરવા અટકાવ્યા હતા, જેથી વિદ્યાર્થીઓએ ઉશ્કેરાઈ જઈ તેમની સાથે બોલાચાલી કરી હતી. એટલું જ નહિ, પોતાની ગાડી લઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમ્યાન યુનિવર્સિટીનો મેન ગેટ સિક્યોરિટી દ્વારા બંધ કરી દેવાતા ગાડી ઉભી રખાઈ હતી, ત્યારે ફરજના સિક્યુરિટી ગાર્ડે ગાડીમાંથી વિદ્યાર્થીઓને ત્રણ જેટલા વિદ્યાર્થીઓને પકડીને પોલીસને હવાલે કર્યા હતા. પોલીસ પૂછપરછમાં આ વિદ્યાર્થીઓ આણંદના હોવાનું સામે આવ્યું છે. હોસ્ટેલના રેક્ટર લાડજી ઠાકોરે જણાવ્યું કે, ગત સાંજના સમયે સિક્યુરિટી ગાર્ડ દ્વારા મને જાણ કરવામાં આવી હતી કે રૂમ નંબર 6 માં ખેલાડીઓ દ્વારા મોટા અવાજે ગીતો વગાડી રહ્યા અને કાંઈક થઇ રહ્યું છે. ત્યાર બાદ હું ત્યાં હોસ્ટેલ ખાતે પહોંચી રૂમ નંબર 6 ખખડાવ્યો હતો. રૂમ અંદરથી ખોલતા 6 જેટલાં ખેલાડીઓ દારૂની મહેફિલ માણતા હોવાનું સામે આવ્યું હતું. જેથી મેં પૂછ્યું કે, આ શું કરી રહ્યા છો. તો તે ખેલાડીઓ મારી સાથે અસભ્ય વર્તન કરી મને રૂમમાં પુરી દીધો હતો. મારાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા રૂમ ખોલી મને બહાર કાઢવામાં આવ્યો હતો. આ બાબતની જાણ મેં ઓર્ગેનાઇઝર વિનોદ ચૌધરીને કરી હતી. ત્યાર બાદ દારૂ પીધેલ હાલતમાં ખેલાડી ગાડી લઈ મારા પર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમાં મારો બચાવ થયો હતો. તો ઘટનાને લઇ યુનિવર્સિટીના તમામ ગેટ બંધ કરવા મેં સૂચના આપી હતી. આ બાબત ની જાણ યુનિવર્સિટી કુલપતિ અને પોલીસને કરવામાં આવી. પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકોને ઝડપી પાટણ બી ડિવિઝન પોલીસ મથકે લઇ ગઈ હતી. જ્યાં મેં દારૂ પીધેલ ખેલાડીઓ વિરુદ્ધ લેખિત અરજી આપી હતી. આમ, આણંદના ત્રણ ખેલાડીઓને પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. ખેલાડીઓ ગુજરાત સ્ટેટ બાસ્કેટ બોલ સ્પર્ધામાં રમવા આવ્યા હતા, જેથી ઘટના બાદ આણંદની ટીમના ડિસ્ક્વોલિફાય કરાઈ હતી.

 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field