Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદમાં એક તાંત્રિક ની પોલીસ કસ્ટડીમાં 12 લોકો ની સોડિયમ નાઇટ્રેટથી હત્યા...

અમદાવાદમાં એક તાંત્રિક ની પોલીસ કસ્ટડીમાં 12 લોકો ની સોડિયમ નાઇટ્રેટથી હત્યા કરી હોવાની કબૂલાત

10
0

(જી.એન.એસ) તા.૯

અમદાવાદ,

તાંત્રિક વિધિ કરીને ચાર ગણા પૈસા કરી આપવાના નામે લોકો સાથે છેતરપિંડી કરનારા તાંત્રિક નુવલસિંહ ચાવડાની સરખેજ પોલીસે પાંચ દિવસ પહેલાં ધરપકડ કરી હતી. જેનું આજરોજ રિમાન્ડ દરમિયાન મોત નીપજ્યું છે. આરોપીએ નુવલસિંહે સોડિયમ નાઇટ્રેટથી 12 હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.આજથી ચારેક દિવસ પહેલાં તાંત્રિક વિધીથી પૈસા ચાર ગણા કરી આપવાનું તાંત્રિક વિધિ કરીને ચાર ગણા પૈસા કરી આપવાના નામે લોકો સાથે છેતરપિંડી કરનારા તાંત્રિક નુવલસિંહ ચાવડાની સરખેજ પોલીસે પાંચ દિવસ પહેલાં ધરપકડ કરી હતી. જેનું આજરોજ રિમાન્ડ દરમિયાન મોત નીપજ્યું છે. આરોપીએ નુવલસિંહે સોડિયમ નાઇટ્રેટથી 12 હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.આજથી ચારેક દિવસ પહેલાં તાંત્રિક વિધીથી પૈસા ચાર ગણા કરી આપવાનું કહીને લોકોને દારૂમાં સોડિયમ નાઈટ્રેટ ભેળવીને પીવડાવી દઈ મોતને ઘાટ ઉતારી દઈ પૈસા-દાગીના લૂંટી લેતા ભુવા નવલસિંહની સરખેજ પોલીસે ધરપકડ કરી હતી. ભુવાએ પોલીસ પુત્ર અને ફેક્ટરી માલિકને શકંજામાં લીધો હોવાની જાણ થતા ટેકસી ચાલકે પોલીસને માહિતી આપતા ભુવાને ઝડપી લીધો હતો. સાણંદના પરમગ્રીલ બંગલોઝમાં રહેતા અભીજીતસિંહ રાજપૂત ચાંગોદરમાં ફેક્ટરી ધરાવે છે. તેમને ભુવા નવલસિંહ ચાવડાએ તાંત્રિક વિધિ દ્વારા એક કા ચાર કરી આપવાની લાલચ આપી હતી. ભુવાએ ફેક્ટરીના માલિકને સનાથલ ખાતે 15 લાખ રૂપિયા લઈને બોલાવ્યો હતો. ત્યારબાદ તાંત્રિક વિધિના નામે માલિકને પ્રવાહી પદાર્થમાં ઝેરી પદાર્થ ભેળવીને વિધિના બહાને પીવડાવી તેની હત્યાનું પ્લાનિંગ કર્યું હતું. અભીજીતસિંહ સાથે જતા ડ્રાઈવર જીગર ગોહિલનો ભાઈ 2021માં નવલસિંહના શકંજામાં આવ્યા બાદ તેનું શંકાસ્પદ મૃત્યુ થયું હતું. જેથી જીગરને શંકા જતા તેણે પોલીસને જાણ કરી હતી. સરખેજ પીઆઈ આર.કે.ધુળીયા એ જણાવ્યું હતુ કે, નવલસિંહે બીજા દિવસે અભીજીતસિંહને મમતપુરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમાજની મેચ હોવાથી ત્યાં 5 લાખ અને દાગીના મળીને કુલ રૂ.15 લાખ લઈને બોલાવ્યો હતો. તે પહેલા જ પોલીસે તેને ઝડપી લીધો હતો.ભુવા નવલસિંહ 1 વર્ષ પહેલા અમદાવાદ રહેવા આવી ગયો હતો. તેમ છતાં તે અવારનવાર તાંત્રિત વિધી માટે વઢવાણ જતો હતો. ચાલુ વર્ષે માર્ચ મહિનામાં નવલસિંહના શકંજામાં આવેલા વઢવાણના 3 વ્યકિતના શંકાસ્પદ મૃત્યુ થયા હતા. જેથી સરખેજ પોલીસની ટીમ ત્યાં જઈને તે ત્રણેય મૃત્યુની તપાસ કરશે. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, નવલસિંહ જે પણ વ્યકિતને શકંજામાં લે તેને દારૂમાં સોડિયમ નાઈટ્રેટ ભેળવીને પીવડાવી દેતો હતો. આ પીધા બાદ જે તે પીડિત વ્યક્તિ 15 થી 30 મિનિટમાં તેને હાર્ટ એટેક આવી જતો હતો અથવા તો શરીરના અંગો નિષ્ક્રીય થઈ જતા હતા. જેથી માણસનું એટેક આવવાથી અથવા તો તેની મુલાકાત લીધા બાદ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. લોકોને શકંજામાં લેવા માટે નવલસિંહ યુટ્યુબ ઉપર મોજે મસાણી નામની ચેનલ ચલાવતો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field