Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદમાં લો ગાર્ડન-ભદ્રમાં દબાણો દૂર કરાશેના સંકેત એ.એમ.સી ટાઉન પ્લાનિંગ કમિટીની સૂચના

અમદાવાદમાં લો ગાર્ડન-ભદ્રમાં દબાણો દૂર કરાશેના સંકેત એ.એમ.સી ટાઉન પ્લાનિંગ કમિટીની સૂચના

12
0

(જી.એન.એસ) તા.૯

અમદાવાદ,

અમદાવાદ શહેરમાં વધતા દબાણો માટે ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીમાં સમષ્યાઓની ચર્ચા કરવામાં આવી હતી. અમદાવાદના રોડ પરના દબાણો દૂર કરીને વ્યવસ્થા કરવી અને સ્વચ્છતા જાળવવા સૂચનો કરવામાં આવ્યા હતા.  અમદાવાદ શહેરમાં રોડ પરના દબાણો દૂર કરવામાં અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન(AMC)ના એસ્ટેટ વિભાગની નિષ્ક્રિય કામગીરીને લઈને આજે મળેલી ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં શહેરના અનેક પ્રશ્નોની ચર્ચા થઈ હતી. જેમાં AMC સંચાલિત હૉલ તેમજ પાર્ટી પ્લોટમાં સફાઇ, પાણી ઉપરાંત અન્ય સમસ્યાઓના નિવારણ માટે જવાબદાર કર્મચારીની નિમણૂક કરવાની માંગ ઉઠી હતી. આ ઉપરાંત લો ગાર્ડન, ભદ્ર સહિતના વિસ્તારોમાં દબાણ દૂર કરવાની પણ માંગ ઉઠી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) ની મળેલી ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં શહેરના ભદ્ર તથા લો-ગાર્ડન વિસ્તારોમાં રસ્તા ઉપરના દબાણોને દુર કરવા માટે એસ્ટેટ વિભાગના અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. તે ઉપરાંત ઉપરાંત મધ્યઝોનમાં એ.એસ.આઈ. (SSI) ની બોગસ એન.ઓ.સી. (NOC)થી થયેલા ગેરકાયદેસર બાંધકામને લઈ અધિકારીઓનો જવાબ માંગવામાં આવ્યો હતો. લો ગાર્ડન પાસે ચણિયાચોળી બજાર આવેલું છે. જ્યાં સાંજના સમયે આખો રોડ બ્લોક થઈ જાય તેવી પરિસ્થિતિ ઉભી થાય છે. રોડ ઉપર થતાં દબાણોના કારણે લોકોને અવરજવરમાં તકલીફ પડે છે, તો ત્યાં કેમ કામગીરી કરવામાં આવતી નથી. કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં લાલ દરવાજા વિસ્તારમાં ભદ્રકાળી મંદિરથી લઈને ત્રણ દરવાજા સુધી રોડ પરના દબાણો દૂર કરવા માટેની સૂચના આપવામાં આવી હતી. ભદ્રમાં જે વેપારીઓ પાસે કાયદેસર લાઇસન્સ છે તેમને તેઓની નિયત જગ્યા પર બેસવા દેવામાં આવે તેમજ તેમજ ગેરકાયદેસર પાથરણા વાળાઓ છે તેઓને હટાવવા માટેની સૂચના આપવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field