(જી.એન.એસ) તા.૯
સાબરકાંઠા,
વડાલી ખેડબ્રહ્મા હાઈવે રોડ પર વડાલી રેલ્વે ફાટક નજીક અંડરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. રેલ્વે મંત્રાલય દ્વારા ખાનગી એજન્સીને અંડરબ્રીજ માટેનું ટેન્ડર પાસ કરવામાં આવ્યું છે. ત્યારે ટેન્ડર પ્રક્રિયા મુજબ કામગીરી ન થતી હોવાની રાવ ઉઠવા પામી છે. હાઈવે રોડ પર અંડરબ્રિજના કામના કારણે રોજબરોજ અકસ્માત થાય છે. સાબરકાંઠાના ઈડરખેડબ્રહ્મા હાઈવે રોડ પર વહેલી સવારે વડાલી રેલ્વે ફાટક નજીક ગમખ્વાર અકસ્માત સર્જાતા 2 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત 1 વ્યક્તિ ગંભીરરીતે ઘાયલ થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે અન્ય એક પોલીસ કર્મી ગંભીર રૂપે ઘાયલ થતા તેને હિંમતનગર સારવાર માટે ખસેડાયો છે. ત્યારે અકસ્માત માટે જવાબદાર તંત્ર સામે ઠોસ પગલાં ભરવા ઉગ્ર માંગ ઊઠી રહી છે, જોકે ખાનગી એજન્સીની બેદરકારીને પગલે અકસ્માતમાં 2 ના મોત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે હડકમ સર્જાયો છે. એક તરફ રાત્રિના સમયે વડાલી થી ખેડબ્રહ્મા તરફ ખાનગી કાર ચાલકને ડાઇવર્જનનો અંદાજ ન આવતાં કાર ઝાડ સાથે ટકરાઇ હતી. ત્યારે ખાનગી એજન્સી દ્વારા રેલવે અંડરબ્રિજનું કામ અત્યંત ગોકુળગતીએ ચાલતી હોવાના પગલે આજે 2 વ્યક્તિઓના મોત થયા છે. ત્યારે મોત થવા માટે સૌથી મોટી જવાબદારી અંડરબ્રિજ બનાવનારાની બેદરકારી હોવાનું બહાર આવ્યું છે. એક તરફ રાત્રિના સમયે ડાયવર્ઝન ઉપર કોઈપણ પ્રકારની સુવિધા ન કરી હોવાના પગલે કાર ઝાડ સાથે અથડાતા 2 વ્યક્તિઓના મોત થયા છે. ત્યારે બીજી તરફ અંડરબ્રિજનું કામ કરનાર ખાનગી કંપનીનો માલિક ભાજપા(BJP) નો મળતિયો હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ રહી છે. એજન્સીનો માલિક અને ભાજપ(BJP) સાથે સંકળાયેલ હોવાને પગલે કામમાં બેદરકારી દાખવી વાહન ચાલકોના જીવ જોખમે મૂકી ખાનગી એજન્સીનો માલિક અને સ્ટાફ હવામાં હવાતીયા મારી ટેન્ડર મુજબની કરવાની થતી કામગીરીમાં બેદરકારી દાખવી રહ્યો છે. ત્યારે કેટલાય હજારો વાહન ચાલકોના જીવ જોખમે મૂકી ખાનગી એજન્સીનો માલિક અને સ્ટાફ વાહન ચાલકો સહીત રાહદારીઓને જીવન સાથે રમત રમી રહ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.