(જી.એન.એસ) તા.૬
અમદાવાદ,
રાજ્યમાં ૩૯,૮૦૮ હોમગાર્ડઝ, ૪૪,૪૯૩ ગ્રામ્ય રક્ષકદળના જવાનો અને ૧૦,૩૭૧ સિવિલ ડીફેન્સ વોલન્ટીયર્સ તૈનાત ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસની અધ્યક્ષતામાં “હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિન-૨૦૨૪” ની રાજ્ય કક્ષાની ઉજવણી અમદાવાદના હોમગાર્ડઝ ભવન ખાતે કરવામાં આવી હતી. હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસની શુભકામના પાઠવતા શ્રી એમ.કે.દાસે જણાવ્યુ કે, હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણના સભ્યો કુદરતી તેમજ માનવ સર્જિત આપત્તિના સમયે પોતાના જીવની પરવા કર્યા સિવાય પ્રજાજનોના જીવ બચાવવાની કામગીરી કરતા આવ્યા છે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં મહિલા હોમગાર્ડઝ અને નાગરીક સંરક્ષણ દળની મહિલાઓ દ્વારા ગરબા તથા લોકનૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યા હતાં. ૬૦ થી ૭૦ ફુટ ઉંચા બિલ્ડિગ પરથી રેસ્કયુ કરી લોકોના જીવ બચાવવાની કામગીરીનું નિદર્શન સિવિલ ડિફેન્સ જવાનોએ કર્યું હતું. શ્રી દાસે પરેડ તથા જવાનો દ્વારા પ્રસ્તુત વિવિધ નિદર્શનની સરાહના કરી હતી. આ પ્રસંગે ડાયરેક્ટર નાગરીક સંરક્ષણ અને કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડઝ IPS શ્રી મનોજ અગ્રવાલે સમાજની સુરક્ષા અને કલ્યાણ માટે કામ કરનારા વીર પુરુષો અને સ્ત્રીઓના શૌર્ય, નિસ્વાર્થ સેવાભાવ અને સહનશીલતાને બિરદાવ્યા હતાં. તેમણે કહ્યું કે, હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળ કેવળ એક સંગઠન નથી; પરંતુ એકતા અને સ્વૈચ્છિક સેવાનું પ્રતીક છે. કુદરતી આફતો વખતે પ્રતિસાદ આપવાનો હોય, આકસ્મિક પરિસ્થિતિઓ દરમિયાન લોકોની મદદ કરવાની હોય કે શાંતિ અને સલામતી જાળવવાની હોય, હોમગાર્ડ્ઝના અને સિવિલ ડિફેન્સના જવાનો જે સમર્પણ બતાવ્યું છે તે અનન્ય છે. રાજ્યકક્ષાના રમતોત્સવમાં ૧૦૦ મીટર દોડ અને ૨૦૦ મીટર દોડના ૪૦૦ મીટર દોડના, કબડ્ડી, વોલીબોલ, રસ્સાખેંચ વિજેતા સભ્યો (રમતવીરો) ને ટ્રોફી આ કાર્યક્રમમાં આપવામાં આવી હતી. તેમજ ૨૦૨૪ ના કુલ-૨૦ DG Disc ના મેડલ હોમગાર્ડઝ દળ/નાગરિક સંરક્ષણ તંત્રના અધિકારી/કર્મચારી તેમજ માનદ્ અધિકારી શ્રી/સભ્યોને જાહેર થયેલ છે તેઓને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ૩૯,૮૦૮ હોમગાર્ડઝ, ૪૪,૪૯૩ ગ્રામ્ય રક્ષકદળ (જેમાં ૩૪૮૫ સાગર રક્ષક દળ)ના જવાનો અને ૧૦,૩૭૧ સિવિલ ડીફેન્સ વોલન્ટીયર્સ તૈનાત છે. આ દળમાં રાજ્યની મહિલાઓ પણ હોશભેર જોડાય છે. રાજ્યમાં ૭૩૮૬ મહિલા ગ્રામ્ય રક્ષક અને ૨૦૩૬ મહિલા હોમગાર્ડઝ તૈનાત છે.હોમગાર્ડઝની સ્થાપનાનો હેતુ માનદ સેવા આપવા ઇચ્છતા સમાજના જુદા જુદા વર્ગના લોકોને દળમાં લઈ, તાલીમ આપી એક શિસ્તનબદ્ધ નાગરિક તૈયાર કરવો. આ શિસ્તજબદ્ધ નાગરિક દ્વારા કુદરતી અને માનવસર્જિત હોનારતોના સમયે સમાજની નિઃસ્વાર્થ રીતે સેવા કરી સમાજનો જોમ-જુસ્સો જળવાઈ રહે તે જોવું તેમ જ દેશમાં કટોકટી અને આંતરિક સુરક્ષાના સમયે પોલીસ તથા પ્રશાસનની સાથે રહી નિષ્કામ કામગીરીની ભાવના કેળવવી તે છે.આઝાદી પહેલા મુંબઈ પ્રેસીડેન્સીના તત્કાલિન ગૃહમંત્રી શ્રી મોરારજીભાઈ દેસાઈએ ૬ ડીસેમ્બર ૧૯૪૬ના રોજ હોમગાર્ડઝ દળની સ્થાપના કરી હતી. ત્યારબાદ આઝાદ ભારતમાં બંધારણીય જોગવાઈઓ અને તેમાં વખતો-વખતના સુધારા થકી આજે હોમગાર્ડઝ અને લોક સંરક્ષણ વિભાગ તેના વર્તમાન સ્વરૂપે કાર્યરત છે. હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસની ઉજવણીમાં કમાન્ડન્ટ નાગરીક સંરક્ષણ કચેરી અમદાવાદ દ્વારા આભારવીધી કરતાં સર્વે ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીશ્રી, કર્મચારીશ્રીઓ, પરેડ પ્લાટુનના પુરુષ તેમજ મહિલા પ્લાટુનના અધિકારી/કર્મચારીઓ, નાગરીક સંરક્ષણના સભ્યો, સર્વેઓનો આભાર વ્યકત કરી આ કાર્યક્રમની પુર્ણાહુતી કરી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.