Home મધ્ય ગુજરાત અમદાવાદ ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રીનું જાહેરનામું

‘નો ડ્રોન ફ્લાય ઝોન’ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રીનું જાહેરનામું

11
0

(જી.એન.એસ) તા.૬

અમદાવાદ,

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ તા. ૦૬,૦૭/૧૨/૨૦૨૪ સુધી અમદાવાદ શહેરની મુલાકાતે પધારનાર હોઈ આવા સંજોગોમાં દેશવિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગફોડિયાં તત્ત્વો માનવરહિત રિમોટ સંચાલિત વિમાન જેવાં સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઈઝ જેવાં સંસાધનો અથવા એરો સ્પોર્ટ્સમાં વપરાતાં ઉપકરણોના ગેરલાભ લઈ મહાનુભાવશ્રી તેમજ જાહેર જનતાની સુરક્ષાને તેમજ કાયદો અને વ્યવસ્થાને હાનિ પહોંચાડે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. જે અન્વયે હું જી.એસ.મલિક, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર ભારતીય ન્યાય સંહિતા (BNS) – ૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મને મળેલ સત્તાની રૂએ આ જણાવેલ સમયે મહાનુભાવશ્રી અને જાહેર જનતાની સલામતીને ધ્યાને લઈ અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર કરું છું. જે દરમિયાનમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, કવાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફટ તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઈટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઈડર/પેરા ગ્લાઈડર, પેરા મોટર તેમજ હોટ એર બલૂન તથા જમ્પિંગ ચલાવવાની/કરવાની મનાઈ ફરમાવું છું આ હુકમ તા. ૦૬/૧૨/૨૦૨૪ના કલાક ૨૦.૦૦થી તા. ૦૭/૧૨/૨૦૨૪ના કલાક ૨૩.૦૦ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા (BNS) – ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે પોલીસ કમિશનરમાં ફરજ બજાવતા સંયુક્ત પોલીસ કમિશનરશ્રી, અધિક પોલીસ કમિશનરશ્રીના દરજ્જાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) – ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field