(જી.એન.એસ) તા.૬
વડોદરા,
વડોદરાના ઐતિહાસિક ચાર દરવાજા વિસ્તારમાં એમ.જી.રોડ પર આવેલા રણછોડજી મંદિરના વરઘોડામાં તોપ ફોડવાની પરંપરા 150 વર્ષ જૂની છે. પરંતુ, 29 વર્ષ પહેલા વરખોડા દરમિયાન તોપ ફોડતી સમયે અકસ્માત સર્જાતા પરંપરા પર રોક લગાવી દેવામાં આવી હતી. મંદિરમાં અકસ્માત સર્જાતા જેની સામે મંદિરના પૂજારીએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. કોર્ટ દ્વારા આ મામલે એક મહિના પહેલા હુકમ કર્યો હતો. જેમાં પોલીસની મંજૂરી મેળવ્યા બાદ તોપ ફોડવા માટે હુકમ કરવામાં આવ્યો હતો. જેને લઈને આજે વડોદરા પોલીસ કમિશનર મંદિર પર પહોંચ્યા હતા અને તોપનું નિરીક્ષણ કર્યું હતું. વડોદરાના રણછોડજી મંદિરમાં છેલ્લે 1995માં કારતક સુદ અગિયારસના વરઘોડામાં તોપ ફોડવામાં આવી હતી. આ સમયે તોપમાંથી તણખા ઉડતા બે વ્યક્તિ સામાન્ય દાઝ્યા હતા. આ ઘટના બાદ 150 વર્ષથી ચાલતી આ પરંપરા અચાનક બંધ થતા ભક્તોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. મંદિરના પૂજારી જનાર્દન ખુશવદન દવે (જનાર્દન મહારાજ) આ મામલે કોર્ટમાં પહોંચ્યા હતા. અને કોર્ટ તાજેતરમાં તોપ ફોડવાની હોય ત્યારે પોલીસ વિભાગની મંજૂરી લીધા બાદ તોપ ફોડવાનો હુકમ કર્યો હતો. વડોદરાના રણછોડજી મંદિરના વરઘોડામાં તોપ ફોડવાની પરંપરા સુરક્ષા કારણોસર 29 વર્ષ પહેલા બંધ કરાવી દેવામા આવી હતી. કોર્ટે પોલીસ વિભાગની મંજૂરી સાથે તોપ ફોડવાનો એક માસ પહેલાં હુકમ કર્યો હતો. મંદિર દ્વારા કોર્ટના હુકમને આવકારવાના ભાગરૂપે 11 ડિસેમ્બરના રોજ તોપને સલામી આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પરંતુ, વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા તોપ ફોડવાની મંજૂરી આપવામાં ન આવી હતી. દરમિયાન આજે પોલીસ કમિશનર દ્વારા મંદિરમાં પહોંચી તોપનુ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કોર્ટના હુકમ બાદ વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર રણછોડજી મંદિર પહોંચ્યા હતા. અહીં રાખવામાં આવેલી ઐતિહાસિક તોપનું નિરીક્ષણ કર્યા બાદ કહ્યું હતું કે, આજે મંદિરની મુલાકાત લઈ દર્શન કર્યા બાદ મહંતશ્રી સાથે વાતચીત કરી છે. કોર્ટના આદેશ બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખી જે નિર્ણય લેવાનો છે તે ચર્ચાના અંતે લેવાશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.