(જી.એન.એસ),તા.05
વોશિંગ્ટ્ન
અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો જેવા દેશોથી આવતા માલ-સામાન પર ભારે ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. ત્યારબાદ આ દેશોમાં હલચલ તેજ બની છે. આ દરમિયાન ફોક્સ ન્યૂઝના અહેવાલ પ્રમાણે ગત શુક્રવારે જ્યારે જસ્ટિન ટુડોએ ફ્લોરિયામાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. આશરે ત્રણ કલાકની બેઠકમાં માહોલ સામાન્ય રહ્યો હતો અને ટ્રમ્પને એક ખાસ પ્રકારની સલાહ આપવામાં આવી હતી. ડિનર મીટ દરમિયાન ટુડોએ ટ્રમ્પને કહેવામાં આવ્યું કે નવા ટેરિફ કેનેડિયન અર્થવ્યવસ્થા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આ અંગે ટ્રમ્પે જવાબ આપતા કહ્યું કે કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બની જવું જોઈએ. આ બેઠકનું વિશેષ ધ્યાન ટેરિફ તથા સરહદ અંગે હતું. કેનેડા સાથે અમેરિકાના વ્યાપાર ખાધ અંગે માહિતી આપતા ટ્રમ્પે દાવો કર્યો છે કે આ 100 બિલિયન ડોલરથી વધારે છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો કેનેડા સરહદ સંબંધિત વિવાદ અને વેપાર ખાધને ઠીક કરી શકતું નથી તો તેમના પદ ગ્રહણ કરતાની સાથે જ કેનેડાના ઉત્પાદનો પર 25 ટકા ટેરિફ લગાવી દેશે. તેના જવાબમાં ટુડોએ કહ્યું કે ટ્રમ્પ ટેરિફ ટેરિફ લગાવી શકે નહીં કારણ કે તેનાથી કેનેડાનું અર્થતંત્ર ખતમ થઈ જશે. ફોક્સ ન્યૂઝના અહેવાલ પ્રમાણે ટ્રમ્પે આ અંગે જવાબ આપ્યો કે તો શું અમારો દેશ ત્યા સુધી જીવિત નહીં શકે કે જયા સુધી તેઓ અમેરિકાના 100 અબજ ડોલરની ચુકવણી ન કરે? ટ્રમ્પે ટ્રોડોને સૂચન કર્યું કે કેનેડા અમેરિકાનું 51મુ રાજ્ય બની જાય. ટ્રમ્પે વધુમાં કહ્યું કે પ્રધાનમંત્રી એક ખાસ પદ છે, જોકે તે 51માં રાજ્યના ગવર્નર પણ થઈ શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.