Home દેશ - NATIONAL કેન્દ્ર સરકારે લોકસભામાં બેન્કોનું ખાસ સુધારા બિલ પાસ કર્યું

કેન્દ્ર સરકારે લોકસભામાં બેન્કોનું ખાસ સુધારા બિલ પાસ કર્યું

13
0

(જી.એન.એસ),તા.05

નવીદિલ્હી

ભારતીય સંસદના નીચલા ગૃહ લોકસભામાં બેકિંગ કાયદા સાથે સંબંધિત બિલ પસાર થઈ ગયું છે. બેકિંગ સુધારા બિલ 2024 પ્રસ્તાવિત છે, જે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એકટ 1934, બેન્કિંગ રેગ્યુલેશન એકટ 1949, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એકટ 1955 અને અન્ય કાયદાઓમાં સુધારો કરશે. આ બિલને સંસદના વર્તમાન શિયાળુ સત્રમાં સરકારે લોકસભામાં પસાર કર્યું છે. બેંક ખાતામાં ફેરફાર નવા કાયદા લાગુ થયા પછી ખાતાધારકો એક બેંક એકાઉન્ટ માટે 4 નોમિની  રાખી શકશે. આ ફેરફાર દાવા વગરની રકમ (અનક્લેમ્ડ એમાઉન્ટ)ને યોગ્ય વારસદાર સુધી પહોંચાડવા માટે કરવામાં આવી રહ્યો છે. માર્ચ 2024 સુધી બેંકોમાં લગભગ 78000 કરોડ રૂપિયા એવા છે, જેના પર કોઈ ઠાવો કરી રહ્યું નથી. ડિવિડન્ડ અને અનકલેમ્ડ રકમ સરકાર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એક્ટ અને બેન્કિંગ કંપનીઓના સંપાદન કાયદા (Takeover of Banking Companies Act)માં સુધારો કરી રહી છે.  જેનાથી 7 વર્ષ સુધી દાવો ન કરવામાં આવેલા ડિવિડન્ડ, શેર, વ્યાજ અને મેચ્યોર બોન્ડની રકમને IEPF (ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ)માં ટ્રાન્સફર કરી શકાશે. તેનાથી રોકાણકારો IEPF દ્વારા તેમની રકમનો દાવો કરી શકશે. સહકારી બેંકોમાં ફેરફાર સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકના ડાયરેક્ટર્સ હવે સ્ટેટ કો-ઓપરેટિવ બેંકમાં પણ કામ કરી શકશે. કો ઓપરેટિવ બેંકોના ડાયરેક્ટર્સનો કાર્યકાળ 8 વર્ષથી વધારીને 10 વર્ષ કરવામાં આવશે. જોકે, આ નિયમ ચેરમેન અને ઓલ-ટાઈમ ડાયરેક્ટર્સ પર લાગુ પડશે નહીં. સહકારી બેંકોની સ્થાપના ગ્રામીણ અને કૃષિ ક્ષેત્રોમાં ધિરાણ સુવિધાઓ પૂરી પાડવા માટે કરવામાં આવે છે અને હવે તે RBI હેઠળ આવે છે. સરકારી બેંકોના અધિકાર સરકારી બેંકોને ઓડિટર્સની ફી નક્કી કરવાનો અને ટોપ લેવલ ટેલેન્ટને આકર્ષિત કરવાનો અધિકાર મળશે. તેનાથી બેંકની ઓડિટ ગુણવત્તા (ક્વોલિટી)માં સુધારો થશે. રિપોટિંગની પ્રક્રિયામાં ફેરફાર નવા કાયદા હેઠળ, બેંકોને રિક્ષાને રિપોર્ટ આપવાની રસમયમર્યાદા બદલવાની મંજૂરી આપવામાં આવશે. હવે આ રિપોર્ટ 15 દિવસે, મહિને અથવા ક્વાર્ટરના અંતે આપી શકાશે. જ્યારે પહેલા દર શુક્રવારે આપવો પડતો હતો. આ પ્રસ્તાવિત સુધારાઓ માત્ર બેંકોની કામગીરીમાં સુધારો નહી કરે, પરંતુ રોકાણકારો અને ખાતાધારકોના હિતોને પણ સુરક્ષિત કરી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field