Home ગુજરાત ઉત્તર ગુજરાત સુરેન્દ્રનગરમાં ખાખરાળા, ધોળિયા, રાવરાણીમાં 50 લાખનો ખનીજ ચોરી મુદ્દામાલ જપ્ત કરાઈ

સુરેન્દ્રનગરમાં ખાખરાળા, ધોળિયા, રાવરાણીમાં 50 લાખનો ખનીજ ચોરી મુદ્દામાલ જપ્ત કરાઈ

12
0

(જી.એન.એસ) તા.૫

સુરેન્દ્રનગર,

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી અને થાનના અલગ-અલગ ગામોમાંથી ખાણ ખનીજ વિભાગે ખનીજચોરી કરતા વાહનો સહિત અંદાજે રૂા.૫૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. મોટાપાયે ખનીજચોરી ઝડપાતા થાન અને મુળી પોલીસની રહેમ નજર હેઠળ ખનીજ ચોરી થતી હોવાની ચર્ચાઓ તેજ બની છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાન તેમજ મુળી તાલુકામાં ખનીજચોરી થતી હોવાની ફરિયાદોને ધ્યાને લઈ ખાણ ખનીજ વિભાગની ટીમે અલગ-અલગ ગામોમાં દરોડા કર્યા હતી. જેમાં મુળીના ખાખરાળા ગામની સીમમાં એક કુવા પર ચરખી મશીનમાં ખનીજચોરી કરતા બે ટ્રેકટર, બે પાઈપ, એક જનરેટર સહિત રૂા.૫.૪૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સાત શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. મુળીના ધોળીયા ગામે ત્રણ કુવા પરથી ચરખી મશીનમાં ઉપયોગમાં લેવાતી બે પાઈપો, ડિઝલ મશીન, બે ચરખી મશીન સહિત કુલ રૂા.૫.૪૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરી પાંચ શખ્સો સામે મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.  થાન તાલુકાના રાવરાણી ગામની સીમમાંથી બે કુવા પર ચરખી મશીનમાં ઉપયોગમાં લેવાતી ચાર પાઈપો, ટ્રેકટર, જનરેટર સહિત રૂા.૭.૫૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ શખ્સો સામે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. કટારીયા ચેકપોસ્ટ પરથી એક ડમ્પર તેમજ થાન પોલીસ મથકની હદમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા બે ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા હતા. આમ ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા છેલ્લા એક અઠવાડીયામાં અંદાજે રૂા.૫૦ લાખની ખનીજચોરી તેમજ વાહનો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. બીજી બાજુ થાન અને મુળી તાલુકામાં સ્થાનીક પોલીસની અંધારામાં રાખી ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડા પાડી ખનીજચોરી ઝડપી પાડતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field