Home ગુજરાત રાજકોટમાં નેપાળમાં થયેલા ઝઘડાનો ખાર રાખી રાજકોટમાં કુકની હત્યાનો પ્રયાસ

રાજકોટમાં નેપાળમાં થયેલા ઝઘડાનો ખાર રાખી રાજકોટમાં કુકની હત્યાનો પ્રયાસ

10
0

(જી.એન.એસ) તા.૫

રાજકોટ,

નેપાળમાં થયેલા ઝઘડાનો ખાર રાખી રાજકોટમાં રહેતા નેપાળી કુકને પાંચ શખ્સોએ ગઈકાલે મોડી રાત્રે આંતરી છરીનાં પંદરથી વધુ ઘા ઝીંકી દીધા હતાં. એટલું જ ધોકાનાં પણ આડેધડ ઘા ઝીંકી દીધા હતાં. ગાંધીગ્રામ-૨ પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.  મુળ નેપાળનો અને હાલ સરીતા વિહારનાં પુલ પાસે ઓરડીમાં રહેતો ગૌરવ શેરબહાદુર સાહુ (ઉ.વ.૨૦) મોટામવા ગામમાં આવેલી કસ્તુરી ફુડ કોર્ટમાં નોકરી કરે છે. તેણે પોલીસને જણાવ્યું કે, રાત્રે પોણા ત્રણ વાગ્યાની આસપાસ કૌટુંબીક ભાઈ વિશાલ ઠાકુર સાથે તેની હોટલેથી બાઈક પર બેસી પોતાની ઓરડીએ જતો હતો ત્યારે હોટલથી નજીક જ રસ્તામાં પાંચેક શખ્સો હાથમાં છરી અને ધોકા લઈને ઉભેલા જોવા મળ્યા હતાં.  તેનું બાઈક નજીકમાં પહોંચતા જ પાંચેય શખ્સો તેની ઉપર તુટી પડયા હતાં. તમામે તેને બાઈક પરથી ખેંચી નીચે પાડી દીધા બાદ શરીર પર છરી અને ધોકાનાં આડેધડ ઘા ઝીંકી દીધા હતાં. આ વખતે તેનો કૌટુંબીક ભાઈ વિશાલ બાઈક પર ભાગી ગયો હતો. પાંચેય શખ્સોએ તેને લોહી લુહાણ કરી દીધો હતો. ત્યાર પછી ભાગી ગયા હતાં.  થોડીવારમાં તેનો કૌટુંબીક ભાઈ વિશાલ તેના જાણીતા માણસોને લઈને સ્થળ પર દોડી આવ્યો હતો. આ પછી તેને રીક્ષામાં બેસાડી હોસ્પિટલ ખસેડયો હતો. હુમલાખોરોમાં એક રાજેન છેત્રી અને બીજો ગોપાલ છેત્રી હતો. બાકીનાં ત્રણેય હુમલાખોરો અજાણ્યા હતાં.  તેના કૌટુંબીક ભાઈ સાથે નેપાળમાં આવેલા વતનમાં રાજેન છેત્રીનાં ભાઈને ઝઘડો થયો હતો. જેનો ખાર રાખી તેની ઉપર હુમલો કર્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું છે કે, ઘવાયેલા ગૌરવને પાંચેય શખ્સોએ પંદરથી વધુ છરીના ઘા ઝીંકી દીધા હતાં. આ ઉપરાંત ધોકાનાં પણ આડેધડ ઘા ઝીંકી દીધા હતાં. શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનાં ધજ્જીયા ઉડાવતી ઘટનાઓ હવે રોજીંદી બની ગઈ છે. માથાભારે તત્વો, લુખ્ખાઓને પોલીસનો કોઈ ડર રહ્યો નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field