Home ગુજરાત ઉત્તર ગુજરાત ગુજરાતમાં જી.એસ.ટી ચોરીનો મોટો મામલો: રૂ. 34 કરોડની નકલી ટેક્સ ક્રેડિટ પર...

ગુજરાતમાં જી.એસ.ટી ચોરીનો મોટો મામલો: રૂ. 34 કરોડની નકલી ટેક્સ ક્રેડિટ પર ઇન્ફિનિટી એક્ઝિમના ભાગીદારની ધરપકડ

9
0

(જી.એન.એસ) તા.૫

ગુજરાત GST વિભાગે કોપરની ખોટી ખરીદી બતાવીને ખોટી રીતે રૂપિયા 34 કરોડની ટેક્સ ક્રેડિટ માટે ઈન્ફિનિટી એક્ઝમના ભાગીદારની ધરપકડ કરી છે. ગુજરાત રાજ્ય GST વિભાગના દરોડામાં ઇન્ફિનિટી એકિઝમના ભાગીદાર પ્રગ્નેશ કંટારિયાની કરચોરીના ગંભીર આરોપમાં પરપકડ કરી છે. કંપનીએ કોપરની નકલી ખરીદી બતાવીને રૂ. 34 કરોડથી વધુની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લીધી હતી. રાજ્ય GSTની તપાસ શાખાએ સુરત, રાજકોટ, ભરૂચ, વાપી, જૂનાગઢ અને ભાવનગરમાં તીબાના વ્યવસાય સાથે સંકળાયેલી 14 કંપનીઓ પર દરોડા પાડ્યા હતા. 11 નવેમ્બરે શરૂ થયેલા સર્ચ ઓપરેશનમાં વિભાગે ફોર્ચ્યુન કોપર ઇન્ડસ્ટ્રીઝના ભાગ સંદીપ વિરાણીની સુરતમાંથી રૂ. 19,46 કરોડની જીએસટી ચોરીના આરોપસર પરપકડ કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ઇન્ફિનિટી એકિઝમ સહિત અનેક કંપનીઓ તાંબાની નકલી ખરીદી બતાવીને સરકારને કરોડોનું નુકસાન કરી રહી છે. કંપનીઓએ ખોટા નાણાંકીય વ્યવહારો બતાવીને ખોટી ટેક્સ ક્રેડિટની દાવો કર્યો હતી. પ્રગ્નેશ કંટારિયા અગાઉ પણ સેન્ટ્રલ GST હેઠળ કરચોટીના કેસમાં સંડોવાયેલા હતા. આ વખતે તપાસમાં બહાર આવ્યું છે તેઓએ કોપટ સ્કેપની નકલી ખરીદીના આધારે રૂ. 186 કરોડના નકલી વ્યવહારો બતાવીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું હતું. GST કાયદાની કલમ 132(1) (C) હેઠળ, ગુનો ગંભીર શ્રેણીમાં આવે છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં છેલ્લાં 4 નાણાંકીય વર્ષથી GST ચોરીના 12,803 કેસો નોંધાયા છે અને 101 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field