(જી.એન.એસ) તા.૫
રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧/૦૧/૨૦૨૪ ની અસરથી ૫૦% ના દરે મોંઘવારી ભથ્થું મળવાપાત્ર થશે તેમ ઠરાવવામાં આવેલ છે ગુજરાત રાજ્ય સેવા નિયમો- ૨૦૧૬ હેઠળના પગારધોરણો મુજબના પગાર ઉપર, સંદર્ભ (૨) માં દર્શાવેલ તા.૦૪/૦૭/૨૦૨૪ના સરકારી ઠરાવ અન્વયે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧/૦૧/૨૦૨૪ ની અસરથી ૫૦% ના દરે મોંઘવારી ભથ્થું મળવાપાત્ર થશે તેમ ઠરાવવામાં આવેલ છે. २. ઉપર સંદર્ભ (૩) માં દર્શાવેલ ભારત સરકારના તા.૨૧/૧૦/૨૦૨૪ના ઓફીસ મેમોરેન્ડમથી, કેન્દ્ર સરકારના કર્મચારીઓના કિસ્સામાં, તા.૦૧/૦૭/૨૦૨૪ની અસરથી હાલમાં ચુકવવામાં આવતા મોંઘવારી ભથ્થાના ૫૦% ના દરમાં વધારો કરી ૫૩% ના દરે મોંઘવારી ભથ્થુ ચુકવવાનું ઠરાવવામાં આવેલ છે. રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થાના પ્રવર્તમાન ૫૦% ના દરમાં તા.૦૧/૦૭/૨૦૨૪ થી ૩% (ત્રણ ટકા) વધારો કરી, ૫૩% કરવા અંગેની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાના અંતે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના કિસ્સામાં નીચે દર્શાવ્યા મુજબના દરે મોંઘવારી ભથ્થુ મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે. 3. રાજ્ય સરકાર અને પંચાયતના કર્મચારીઓને જુલાઈ-૨૦૨૪ થી નવેમ્બર-૨૪ સુધીના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના પગાર તફાવતની રકમ ડિસેમ્બરના પગાર સાથે રોકડમાં ચૂકવવાની રહેશે. રાજ્ય સરકારના પેન્શનરોને જુલાઈ-૨૦૨૪ થી નવેમ્બર -૨૦૨૪ સુધી મળવાપાત્ર હંગામી વધારાના તફાવતની રકમ રોકડમાં ઉપર મુજબ ચૂકવવાની રહેશે. મોંઘવારી ભથ્થામાં ૫૦ પૈસા અને તેના કરતાં વધુ પૈસાની ચૂકવણી આખા રૂપિયા પ્રમાણે થશે અને ૫૦ પૈસા કરતા ઓછી રકમને ગણતરીમાં લેવામાં આવશે નહીં. ४. આ હુકમો જેમના પ્રોવિડન્ટ ફંડ ખાતા રાજ્ય સરકાર હસ્તક છે તેવા રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ તથા પંચાયત કર્મચારીઓ, માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ, સહાયક અનુદાન મેળવતી બિન સરકારી શાળાઓ/સંસ્થાઓ જેમના કર્મચારીઓને રાજ્ય સરકારની મંજુરીથી સાતમા પગારપંચ પ્રમાણે પગાર સુધારણાનો લાભ આપવામાં આવેલ છે તેવા કર્મચારીઓને લાગુ પડશે. น. આ હુકમોનો લાભ ઉચિત ફેરફાર સાથે પ્રાથમિક શિક્ષકો અને પંચાયતમાં પ્રતિનિયુક્તિ ઉપરના અથવા બદલી પામેલ કર્મચારીઓ તેમજ કામ પુરતા મહેકમ પરના કર્મચારીઓ જેમને સાતમા પગારપંચ મુજબ પગારસુધારણા મંજુર કરવામાં આવેલ છે તેમને મળવાપાત્ર થશે. પંચાયતો દ્વારા તેમના કર્મચારીઓને મંજુર કરેલ મોંઘવારી ભથ્થાના કારણે અને બિન સરકારી માધ્યમિક શાળાઓને તેમના શિક્ષકોને તેમજ સહાયક અનુદાન મેળવતી સંસ્થાઓને તેમના કર્મચારીઓને આપવાના થતા મોંઘવારી ભથ્થાના કારણે થતું ખર્ચ, આ હુકમોમાં નિયત કર્યા પ્રમાણે વિનિયમિત કરવામાં આવશે.. આ હુકમોને કારણે થતું ખર્ચ તે શરતે અનુદાનને પાત્ર ગણવામાં આવશે કે આ રીતે મંજુર કરેલ મોંઘવારી ભથ્થની તફાવતનો હિસ્સો રાજ્ય સરકારના સમકક્ષ કર્મચારીઓને મળવાપાત્ર હિસ્સા કરતા વધારે ન થવો જોઈએ. 6. રાજ્ય સરકારની પ્રવમાન મીતિ અનુસાર મોંધવારી ભથ્થામાં થતો આ વધારો જેમને સાતમા પગારપંચ મુજબ સુધારણા થયેલ છે તેમને મળવાપાત્ર થશે. આ હુકનો ખિલ ભારતીય સેવા અધિકારીઓને પણ લાગુ પડશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.