(જી.એન.એસ) તા.૫
અમદાવાદ,
રાજ્યભરમાં સનસનાટી મચાવનાર કૌભાંડમાં આરોપી બનાવી ભૂગર્ભમાં ઉતરી ગયેલા ડો.સંજય પટોળિયાની પોલીસે ધરપકડ કરી છે. રાજ્યભરમાં સનસનાટી મચાવનાર કૌભાંડમાં આરોપી બનાવી ભૂગર્ભમાં ઉતરી ગયેલા ડો.સંજય પટોળિયાની પોલીસે ધરપકડ કરી છે. ડૉ.સંજય પટોળિયાની આગોતરા જામીન અરજી મંગળવારે ફગાવી દેવામાં આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કેસની તપાસ સોંપ્યા બાદ અત્યાર સુધીમાં કુલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી હજુ પોલીસની પહોંચની બહાર છે. ડૉ.સંજય પટોળિયા 1999માં સર્જરી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે રાજકોટ સરકારી હોસ્પિટલમાં જોડાયા હતા. ત્યારબાદ તેણે ગેસ્ટ્રો અને બેરિયાટ્રિક સર્જન તરીકે ખાનગી પ્રેક્ટિસ શરૂ કરી. 2005માં તેમણે રાજકોટમાં ન્યુ લાઈફ હોસ્પિટલ શરૂ કરી. ત્યારબાદ 2014 માં, અમદાવાદમાં SG હાઇવે પર એશિયન બેરિયાટ્રિક્સ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી, જેનું નામ બદલીને 2019માં ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ રાખવામાં આવ્યું હતું, જે હાલમાં સમગ્ર રાજ્યમાં સમાચારોમાં છે. ખ્યાતિ કાંડમાં જેમની સામે ફરિયાદ નોંધાઈ છે તેમાંના એક ડૉ. સંજય પટોળિયા અમદાવાદ ઉપરાંત રાજકોટ અને સુરતની હોસ્પિટલો સાથે સંકળાયેલા છે. આ ત્રણેય હોસ્પિટલના નામ અલગ-અલગ છે. અમદાવાદમાં હાલમાં જે હોસ્પિટલ ચર્ચામાં છે તેનું નામ ડૉ. સંજય પટોળિયાના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેમણે પ્રખ્યાત મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી હતી, જેનું નામ અગાઉ એશિયન બેરિયાટ્રિક હતું. જ્યારે ડો.નરવડીયા સહિતના બે પાર્ટનર ડોકટરો કોઈ કારણસર ભાગીદારીથી અલગ થઈ ગયા ત્યારે કાર્તિક પટેલ આ હોસ્પિટલમાં આવ્યા અને તેનું નામ ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ રાખ્યું. આ ઉપરાંત સંજય પટોલિયા રાજકોટની ન્યુ લાઈફ હોસ્પિટલ અને સુરતની સનશાઈન ગ્લોબલ હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ કડીના બોરીસણા ગામના 19 લોકોની એન્જિયોગ્રાફી અને તેમાંથી 7ની એન્જિયોપ્લાસ્ટી અમદાવાદના એસજી હાઇવે પર આવેલી ખ્યાતી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં કરવામાં આવી હતી. જેમાંથી બે દર્દીઓના મોત થતા હોસ્પિટલમાં હોબાળો મચી ગયો હતો. PMJAY યોજનાનો લાભ મેળવવા માટે ખ્યાતી હોસ્પિટલના સંચાલકો અને ડોકટરોએ ખોટી રીતે એવા લોકોનું ઓપરેશન કર્યું હતું જેમને તેની જરૂર ન હતી. આ મામલામાં ફરિયાદ નોંધાયા બાદ તમામ લોકો પર ઓપરેશન કરનાર ડો.પ્રશાંત વજીરાનીની ધરપકડ કરવામાં આવી હતી. રિમાન્ડ પૂરા થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. જે બાદ ક્રાઈમ બ્રાન્ચે એક પછી એક સાત લોકોની ધરપકડ કરી છે જ્યારે બે કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી હજુ પણ ફરાર છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.