(જી.એન.એસ) તા.૩
વડોદરા,
વડોદરા નજીક અક્ષર રેસિડેન્સી ખાતે રહેતા મિત્રોને મળવા તેમજ તેમની સાથે રહેવા માટે આવ્યો હતો વડોદરામાં ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીના રહસ્યમય મોતને પગલે ચકચાર મચી છે. રાત્રે ઉંઘી ગયા બાદ સવારે તે ઉઠ્યો જ ન હતો. આ અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે. આ બનાવની વિગત મુજબ લુણાવાડા તાલુકાના સોનિયાના મુવાડા ખાતે પટેલ ફળિયામાં રહેતો અક્ષય રામજીભાઇ ચૌધરી (ઉ.વ.૧૯) રાજસ્થાનના ઉદયપુર ખાતેની ફિઝિયોથેરાપી કોલેજમાં અભ્યાસ કરતો હતો. તે અગાઉ વડોદરા નજીકની કોલેજમાં અભ્યાસ કરતો હોવાથી બે દિવસ પહેલાં તે વડોદરા નજીક અક્ષર રેસિડેન્સી ખાતે રહેતા મિત્રોને મળવા તેમજ તેમની સાથે રહેવા માટે આવ્યો હતો. મળતી માહિતી મુજબ ગતરોજ તે મિત્રો સાથે પુલાવ ખાઇને છાસ પીધી હતી અને બાદમાં બીજા મિત્રની રૃમમાં જઇને ઊંઘી ગયો હતો. અને બીજા દિવસે સવારે તેનો મિત્ર અક્ષયને ઊંઘમાં જ મૂકીને કોલેજ જતો રહ્યો હતો. બાદમાં તેણે અક્ષયને ફોન કરતા તે ઉઠાવતો ન હતો. જેથી ચિંતા થતા મિત્રોએ રૃમમાં આવીને તપાસ કરી હતી. જેમાં અક્ષય બેભાન જણાતા તુરંત હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં મોત નિપજ્યું હોવાનું ડોક્ટરે જાહેર કર્યું હતું.ડોક્ટરના પ્રાથમિક અભિપ્રાય મુજબ ઝેર પીધું હોવાનું જણાઈ આવ્યું છે. જેને લઇ વાઘોડિયા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે. ત્યારે મોતનું સાચું કારણ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. વધુમાં હાલ પોલીસ દ્વારા મિત્રોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.