Home મનોરંજન - Entertainment બિગ બોસના ઘરમાંથી 14 દિવસમાં ગુજરાતી મોડલ બહાર થઈ

બિગ બોસના ઘરમાંથી 14 દિવસમાં ગુજરાતી મોડલ બહાર થઈ

13
0

(જી.એન.એસ),તા.૦૨

મુંબઈ

બિગ બોસ 18માં ગત્ત અઠવાડિયે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ હતી. જેમાં આ મોડલની સફર બિગ બોસ 18માંથી પૂર્ણ થઈ છે.શોમાં આગળ વધવા માટે અદિતિ ઘરના કોઈ પણ સભ્ય સાથે સંબંધ બનાવી શકી ન હતી. અદિતિ સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સ છે. અદિતિ મિસ્ત્રી તેની ફિટનેસને લઈ ચર્ચામાં રહે છે. અદિતિ બિગ બોસના ઘરમાં માત્ર 14 દિવસ રહી હતી.અદિતિ સાથે, અભિનેત્રી અદિન રોઝ, ડૉક્ટર અને અભિનેત્રી યામિની મલ્હોત્રાએ પણ વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે બિગ બોસના ઘરમાં પ્રવેશ કર્યો હતો. અદિતિએ એક ફિટનેસ મોડલ તરીકે કરિયર બનાવ્યું છે.અદિતિના સોશિયલ મીડિયા પર લાખોમાં ફોલઅર્સ છે. અદિતિને પોતાની એક ફિટનેસ એપ પણ છે. એક યુટ્યુબ ચેનલ પણ છે. અદિતિના નેટવર્થની વાત કરીએ તો રિપોર્ટ મુજબ વર્ષ 2023માં તેની નેટવર્થ અંદાજે 3-4 કરોડ રુપિયા છે. બિગ બોસમાં તેની ફીને લઈ કોઈ જાણકારી સામે આવી નથી. બિગ બોસ 18માંથી અદિતિ મિસ્ત્રી બહાર થઈ ચૂકી છે. ત્યારે વધુ એક સ્પર્ધક ઘરમાંથી બહાર થઈ શકે છે. આ વખતે અવિનાશ મિશ્રા, કરણ વીર મહેરા, વિવિયન ડિસેના, તજિંદર બગ્ગા, ચાહત પાંડે અને કશિશ કપૂર અને શ્રુતિકા માંથી કોઈ એક ઘરની બહાર થશે. અદિતિ મિસ્ત્રીનો જન્મ અને ઉછેર એક સંયુક્ત પરિવારમાં થયો હતો. તેમણે ફાઇન આર્ટનો અભ્યાસ કર્યો છે, અદિતિ મિસ્ત્રી અમદાવાદની રહેવાસી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવનવાસ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું
Next articleવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4 વાગ્યે ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળશે