Home મનોરંજન - Entertainment વનવાસ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું

વનવાસ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું

13
0

(જી.એન.એસ),તા.૦૨

મુંબઈ

સની દેઓલની સાથે ગદર 2 બનાવનાર ડાયરેક્ટર અનિલ શર્માએ થોડા દિવસો પહેલા વનવાસ નામથી એક ફિલ્મની જાહેરાત કરી હતી. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મમાં અનિલ શર્માનો દીકરો અને ગદર 2માં ચરણજીતનો રોલ કરનાર અભિનેતા ઉત્કર્ષ શર્મા લીડ રોલમાં છે. ટ્રેલરની શરુઆત તેના વોઈસઓવરથી થાય છે. ઉત્કર્ષ શર્મા કહે છે, માતા-પિતાના કર્મ હોય છે બાળકોનું પાલન કરવાનું અને બાળકોનો ધર્મ હોય છે માતા-પિતાને સંભાળવાના. બનારસની ગલીઓમાં ઉત્કર્ષ ચંચલ અંદાજમાં જોવા મળે છે. તે આ ફિલ્મમાં વીરુ ભૈયા વોલન્ટિયરનો રોલ કરી રહ્યા છે, તેનું પાત્ર શાનદાર છે. તે કહે છે કે, તેની પાસે દરેક સમસ્યાનું સમાધાન છે. પરંતુ લોકોની સમસ્યાનું સમાધાન કરતા કરતા તેના ખીસ્સા ખાલી થઈ જાય છે. આ ફિલ્મની સ્ટોરી નવી નથી પરંતુ દર્શકોનું ખુબ મનોરંજન કરશે. આ ફિલ્મની સ્ટોરી એવા લોકો પર આધારિત છે. જે બાળકોને મોટા કરે છે પરંતુ જ્યારે બાળકો મોટા થઈ જાય છે. તો માતા-પિતાને છોડી દે છે. નાના પાટેકર એક એવી વ્યક્તિનો રોલ પ્લે કરી રહ્યા છે. જેમને તેના બાળકોએ છોડી દીધા છે અને તેની લાઈફમાં વીરુ ભૈયા એટલે કે, ઉત્કર્ષની એન્ટ્રી થાય છે. ત્યારબાદ આ સ્ટોરી ખુબ ઈમોશનલ થઈ જાય છે. શરુઆતમાં આ ટ્રેલર તમને ખુબ હસાવશે પરંતુ અંતે તમને ખુબ જ ઈમોશનલ કરી દેશે. વર્ષના અંતે 20 ડિસેમ્બરે ગદર 2 બનાવનાર નિર્દેશક અનિલ શર્મા પોતાની આગામી ફિલ્મ વનવાસ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મમાં નાના પાટેકર અને અનિલ શર્માનો પુત્ર ઉત્કર્ષ શર્મા મહત્વની ભૂમિકામાં છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article‘આર્મી’ શબ્દ બોલવા પર ‘પુષ્પા-2’ના અલ્લૂ અર્જૂન પર કેસ દાખલ
Next articleબિગ બોસના ઘરમાંથી 14 દિવસમાં ગુજરાતી મોડલ બહાર થઈ