Home ગુજરાત રાજકોટમાં બેસવા બાબતે થયેલા ઝગડામાં યુવકની જાહેરમાં હત્યા થઈ

રાજકોટમાં બેસવા બાબતે થયેલા ઝગડામાં યુવકની જાહેરમાં હત્યા થઈ

11
0

(જી.એન.એસ) તા.૨

રાજકોટ,

રાજ્યમાં વધુ એક હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટના કોઠારિયા રોડ પર ઓફિસ નીચે બેસવા બાબતે થયેલા ઝઘડામાં યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. રાજ્યમાં વધુ એક હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટના કોઠારિયા રોડ પર ઓફિસ નીચે બેસવા બાબતે થયેલા ઝઘડામાં યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. મૃતક યુવકના પરિવારજનોએ હાથ જોડીને પોલીસ પાસે ન્યાયની માંગ કરી છે. 27 વર્ષના હર્મિશ ગજેરાની હત્યાના કારણે તેની ત્રણ વર્ષની પુત્રીના નોંધારી બની છે. પોલીસે હત્યારા દોલતસિંહ સોલંકી સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. રાજકોટ શહેરમાં એક મહિનામાં આ છઠ્ઠી હત્યાની ઘટના છે જેણે કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે. રાજકોટ શહેરમાં શનિવારે રાત્રે 10 વાગ્યાના સુમારે વધુ એક હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં કોઠારિયા રોડ પર નીલકંઠ સિનેમા પાસે મુખ્ય માર્ગ પર દોલતસિંહ સોલંકી નામના વ્યક્તિએ જાહેરમાં 27 વર્ષીય હર્મિશ ગજેરા નામના યુવકની છરીના ઘા મારીને હત્યા કરી હતી. શહેર ઘટનાની જાણ થતાં રાજકોટ ભકિતનગર પોલીસ, ક્રાઈમ બ્રાંચ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂનનું મુખ્ય કારણ કોઠારિયા રોડ પર આવેલી ખોડિયાર હોટલ હોવાનું અને આરોપી દોલતસિંહ સોલંકીની ફાયનાન્સ ઓફિસ હોવાનું બહાર આવ્યું હતું. મૃતક યુવક હર્મિશ બે દિવસ પહેલા ત્યાં બેઠો હતો અને તે સમયે તેણે તેને અહીં બેસો નહીં તેમ કહ્યું હતું અને ગઈકાલે ફરીથી આ જ બાબતે બોલાચાલી થતાં તેણે યુવકની છાતીમાં બે વાર ઘા મારી હત્યા કરી નાખી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી દોલતસિંગ ભાવસિંગ સોલંકી ફાયનાન્સનો ધંધો ચલાવતો હોવાનું બહાર આવ્યું છે અને તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે અને તેની સામે અગાઉ હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધાયેલ છે. હાલ રાજકોટ ભકિતનગર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને એલસીબી સહિતની ટીમો આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને આરોપીઓને પકડવા કામે લાગી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટનો કોઠારિયા મેઈન રોડ ગીચ વિસ્તાર છે. રાત્રિના 12 વાગ્યા સુધી અહીંના મુખ્ય માર્ગ પર મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. પરંતુ, આરોપીઓએ ગુસ્સામાં આવીને મૃતક યુવક પર જીવલેણ હુમલો કર્યો અને યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. હત્યા બાદ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. હત્યાને અંજામ આપનાર હર્મિશ ગજેરાના સાળા દીપેન પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે નજીવી બાબતે મારા સાળાની હત્યા કરવામાં આવી હતી. તેનો કોઈ વાંક ન હતો, તેમ છતાં તેના પર છરી વડે હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસ તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી આવા દુષ્ટ તત્વો સામે કડક કાર્યવાહી કરે અને અમને ન્યાય અપાવે તેવી અમારી માંગ છે. અમે માંગ કરીએ છીએ કે પોલીસ અને સરકાર આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવે અને અમને જલ્દી ન્યાય મળે કારણ કે આજે અમે અમારા પ્રિયજનને ગુમાવ્યા છે. અમે સરકાર અને પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છીએ જેથી ભવિષ્યમાં અન્ય કોઈ તેમના પ્રિયજનને ગુમાવે નહીં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદની કાકડિયા હોસ્પિટલમાં પી.એમ.જે.એ.વાયમાં સ્ટેન્ટ લગાવ્યા પછી દર્દીનું મોત
Next articleરાજકોટમાં નજીવી બાબતે યુવકની હત્યા કરી ફરાર આરોપીની ધરપકડ કરવામાં આવી