(જી.એન.એસ) તા.૨૮
નવી દિલ્હી
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામોને કોંગ્રેસ હજમ નથી કરી રહી. અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એ સંસદના શિયાળું સત્રની વચ્ચે ૨૯ નવેમ્બરને શુક્રવારના રોજ બપોરે ૨-૩૦ કલાકે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક બોલાવી છે. કોંગ્રેસ નેતૃત્વ મહારાષ્ટ્રની હારને માટે જવાબદારી નક્કી કરવાના કામે લાગી ગઈ છે. કોંગ્રેસ સુત્રો અનુસાર, સીડબ્લ્યુસી બેઠકમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો પર ચર્ચા કરવામાં આવશે. તેમાં હારના કારણોની તપાસ કરી તેને દૂર કરવા માટે ઉઠાવવામાં આવનાર પગલા પર ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં હારને માટે જવાબદાર નેતાઓ પર કાર્યવાહીથી લઈને પણ ચર્ચા-વિચારણા થશે. તેમજ સંસદના શિયાળુ સત્રમાં સરકારને ઘેરવાને માટે મુખ્ય વિપક્ષ દળ તરફથી ઉઠાવવામાં આવનાર મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે. કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક એવા સમયે બોલાવવામાં આવતી હોય છે. જ્યારે પાર્ટીએ કોઈ મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવાની હોય છે. એવામાં એવું માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ સતત ચૂંટણીઓમાં પોતાના ખરાબ પ્રદર્શન અને તેના કારણોને શોધવાને માટે આ મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.