(જી.એન.એસ) તા.૨૭
ભાવનગર,
શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતાં આધેડ સામે થયેલી ચેક રિર્ટનની પોસી ફરિયાદના મામલે કોર્ટ મુદ્દતે જતાં આધેેડે પિતા-પુત્રની ધાક-ધમકીથી કંટાળીને ઉંઘની ગોળીઓ ખાઈ લીધી હતી. જેમને ગંભીર હાલતે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવ અંગં આધેડે પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવી હતી. બનાવની વિગત એવી છે કે, શહેરના ગાયત્રીનગર શિવશકિત સોસાયટી ખાતે રહેતા નરેશભાઈ વિરૃમલ મંગતાણીના પત્ની દિયાબેને ચંદુભાઈ સીંધી તથા સુરેશ ભુપતભાઈ ચૌહાણ વિરૃદ્ધ ગત તા.૦૪ નવેમ્બર,૨૦૧૯ ના રોજ ભરતનગર પોલીસ સ્ટેશનમા ફરિયાદ કરી હતી. જે બાદ ચંદુભાઈએ મહિલાના પતિ નરેશ વિરૃમલ મંગતાણી વિરૃદ્ધ ચેક રિટનનો કેસ કર્યો હતો.આ બન્ને કેસ કોર્ટમાં ચાલતા હોય અને સમાધાનની વાત થતા નરેશભાઈએ પોતે કેરલાં કેસ અંગે કોર્ટમા સમાધાન માટે અરજી કરી હતી. અને આ કેસનું સમાધાન પણ થઈ ગયું હતું. પરંતુ, સામાપક્ષે ચંદુમલ હામુમલ ધારયાણી ઉપ્ફે ચંદુ સિંધીએ તેનો કેસ પાછો નહિ ખેંચી કોર્ટમાં કેસ ચાલુ રાખ્યો હતો. બાદ જ્યારે નરેશભાઈ કોર્ટમાં મુદ્દતે જાય ત્યારે ચંદુ ધારયાણી તથા તેનો દિકરો અજય તેમને ગાળો આપીને મંડળના વીશીના પૈસા તમે લીધા છે તે ભરી દેવા અન્યથા માર મારવાની અને મારી નાખવાની ધમકી આપતા હતા. આ પણ અધુરૃં હોય તેમ ચંદુ સિંધી અને તેનો પુત્ર અજય અવાર-નવાર નરેશભાઈનાં ઘર આવીને પણ ઉક્ત વીશીના નાણાં ભરપાઈ કરવાનું કહી ધમકી આપતા હતા.પિતા-પુત્ર દ્વારા અપાતા સતત માનસિક ત્રાસના કારણે નરેશભાઈએ ઉંઘની ગોળી એક સાથે ખાઈ લેતા બેભાન થઈ ગયા હતા અને સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ સંદર્ભે નરેશભાઈએ ઉક્ત હકિકત સાથે પિતા પુત્ર વિરૃદ્ધ ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.