Home ગુજરાત રાજકોટમાં તલ્લાક લેનાર મહિલાની હત્યાના ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી

રાજકોટમાં તલ્લાક લેનાર મહિલાની હત્યાના ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી

5
0

(જી.એન.એસ)તા.૨૫

રાજકોટ,

કુવાડવા રોડ નજીકના ૮૦ ફૂટના રોડ પર આવેલ શહિદ ઉધમસિંહ ટાઉનશીપમાં રહેતી અને તલ્લાક લઈ ચુકેલી રેશમાબેન યુનુસભાઈ બેલીમ ને દસેક દિવસ પહેલાં તેના પૂર્વ જેઠના પુત્ર અને જમાઈ સહિતનાઓએ ઘરમાં ઘુસી, છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘાયલ રેશમાબેને આજે સવારે સિવીલમાં સારવાર દરમિયાન દમ તોડી દેતાં આ બનાવ હત્યામાં પલ્ટાયો છે. જે-તે વખતે બી-ડિવીઝન પોલીસે ખુનની કોશિષ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ચાર આરોપીઅીની ધરપકડ કરી તપાસના અંતે જેલ હવાલે કર્યા હતા. પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું છે કે રેશમાબેનને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. તેના લગ્ન ર૦૦પમાં આરીફભાઈ સમા સાથે થયા હતા. દોઢેક વર્ષ પહેલાં તલ્લાક થઈ ગયા હતા. તલ્લાક બાદ સંતાનો સાથે શહિદ ઉધમસિંહ ટાઉનશીપમાં રહેવા આવ્યા હતા. પરિવારનું ગુજરાન ચલાવવા નવાગામમાં ગાદલા બનાવવાની કંપનીમાં નોકરી કરતા હતા. તે પતિ સાથે જયારે રામનાથપરા વિસ્તારમાં રહેતા હતા ત્યારે તેનો કૌટુંબિક જેઠ મહેબુબ સમા પણ ત્યાંજ રહેતો હતો. તલ્લાક બાદ મહેબુબ તેની સાથે નિકાહ કરવા માગતો હતો. પરંતુ તે રેશમાબેનના સંતાનોને સ્વીકારવા તૈયાર ન હોવાથી બંને વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતા. જેને કારણે રેશમાબેને કૌટુંબિક જેઠ મહેબુબ સાથે નિકાહ નહીં કરવાનો નિર્ણય લીધો હતો. પોલીસ ફરિયાદ મુજબ જેને કારણે મહેબુબ, રેશમાબેન ઉપર ખાર રાખી અવાર-નવાર તેને ધમકીઓ આપી લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. વીસેક દિવસે પહેલાં રેશમાબેન રામનાથપરા ગયા ત્યારે બંને વચ્ચે મોટો ઝઘડો થયો હતો. રાત્રે મહેબુબનો પુત્ર ટીપુ અને જમાઈ સોહિલ સહિત પાંચ આરોપીઓ રેશમાબેનના ઘરે ઘસી ગયા હતા અને તેને છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. જેને કારણે ગંભીર રીતે ઘાયલ રેશમાબેનને સિવીલમાં ખસેડાયા હતા. તે વખતે પોલીસે તેના રિક્ષાચાલક ભાણેજ શોએબ સોલંકીની ફરિયાદ પરથી ખુનની કોશિષ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી કુલ ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. સોહેલ હુશેનભાઈ માઢાત અને સોહિલ સલીમ હોથીયાણી નો સમાવેશ થાય છે. આ કેસમાં હજુ એક આરોપી પકડાયો ન હોવાથી તેની બી-ડિવીઝન પોલીસે શોધખોળ જારી રાખી છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનિફટી ફ્યુચર ૨૪૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
Next articleરાજકોટમાં બૂટલેગરે મંગાવેલો ૨૨.૯૫ લાખનો અંગ્રેજી દારૃની ધરપકડ કરવામાં આવી